સત્સંગ સુધારસ: માણસની ડેથ તો નકકી છે પણ ડેટ નકકી નથી, ભજીલો ભગવાન

સત્સંગ સુધારસ: માણસની ડેથ તો નકકી છે પણ ડેટ નકકી નથી, ભજીલો ભગવાન
શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર

તમે રૂપિયા રળવામાં એવું કેમ કહેતા નથી કે, ઘરડા થઈને રળીશું ? કેમ કે, ખબર છે કે, જવાનીમાં રળેલું જ ઘડપણમાં કામ આવે છે.

 • Share this:
  “કેટલાં વરસના આપણે થયા ?' એનો જવાબ આપણી પાસે છે પણ કેટલાં વરસ આપણાં રહ્યાં ?' એનો જવાબ આપી શકવાની સ્થિતિમાં આપણે નથી. કારણ કે, માણસની ડેથ તો નકકી છે પણ ડેટ નકકી નથી.

  ભગવાનનું ભજન આપણે પાછલી ઉંમરે કરી લેશું' એવા ખ્વાબમાં આપણે રાચી રહ્યા છીએ. પાગલતા જ છે ને ? કારણ કે, પાછલી ઉંમર આવશે જ એની કોઈ ગૅરંટી ખરી ? અને માનો કે કદાચ, ઘરડા થયા પણ ઘરડા થઈને ભગવાન થોડા ભજાય છે.  ઘરડા થઈએ ત્યાં સુધી તો આપણે ઘસાઈ ગયા હોઈએ ? કાને સંભળાય નહી ? પગે ચલાય નહી ? આંખે દેખાય નહી ? પછી શું તમે ભગવાનની કથા સાંભળવાના ? શું ભગવાનનાં દર્શન કરવા જવાના ? શું સેવા કરવાના ? તમે રૂપિયા રળવામાં એવું કેમ કહેતા નથી કે, ઘરડા થઈને રળીશું ?

  કેમ કે, ખબર છે કે, જવાનીમાં રળેલું જ ઘડપણમાં કામ આવે છે. તેમ ભગવાનનું ભજન પણ જવાનીમાં જ થઈ શકે છે.

  શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી
  શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર.
  Published by:kiran mehta
  First published:December 24, 2018, 19:00 pm

  ટૉપ ન્યૂઝ