જન્મના વાર પરથી જાણો તમારી સાથીનો સ્વભાવ

News18 Gujarati
Updated: August 25, 2018, 1:43 PM IST
જન્મના વાર પરથી જાણો તમારી સાથીનો સ્વભાવ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
જ્યોતિષ પ્રમાણે દરેક દિવસનો સ્વામી અને ગ્રહ જુદા જુદા હોય છે. તેથી જન્મ દિવસ, ગ્રહ સ્વામી અને નક્ષત્રના આધાર પર વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય બને છે. જન્મના વાર પરથી સ્ત્રીનો સ્વભાવ જાણી શકાય છે.

સોમવાર
સોમવારે જન્મેલ સ્ત્રી દેખાવમાં સુંદર, મધુરભાષી અને શાંત સ્વભાવની, સ્વતંત્ર હોય છે આ સ્ત્રીને તમામ પ્રકારનું સુખ મળે છે.

મંગળવાર
મંગળવારે જન્મેલ સ્ત્રી કઠોર હૃદયની, લડાકુ સ્વભાવની, શક્તિશાળી હોય છે. આ સ્ત્રીઓ એકદમ કોઈના પર દયા કરતી નથી.

બુધવારબુધવારે જન્મેલ સ્ત્રી સરસ્વતી દેવીની કૃપા પ્રાપ્ત કરે છે. તેથી શિક્ષણ ક્ષેત્રમાં તેને વિશેષ યશ પ્રાપ્ત થાય છે. આ સ્ત્રીઓ દેખાવમાં સુંદર, સદ્દગુણી હોય છે. તેથી આ સ્ત્રીઓ સર્વગુણ સંપન્ન હોય છે.

ગુરૂવાર
ગુરૂવારે જન્મેલ સ્ત્રી ઉચ્ચશિક્ષણ મેળવે છે. આ સ્ત્રીઓ ધીરજવાન, શાંત સ્વભાવની, શ્રીમંત અને સર્વ સુખની પ્રાપ્તી કરનારી હોય છે.

શુક્રવાર
શુક્રવારે જન્મેલ સ્ત્રીનો સ્વભાવ ચંચળ હોય છે. આ સ્ત્રીઓ હોશિયાર અને સુંદર હોય છે. કુટુંબ અને બહારના જગમાં તેમનુ જુદુ સ્થાન હોય છે. આ સ્ત્રીઓને મોજ મસ્તી કરવી ગમે છે.

શનિવાર
શનિવારે જન્મેલ સ્ત્રી પાતળી અને ઊંચી હોય છે. ક્યારેક ક્યારેક આ સ્ત્રીઓ એકબીજા વચ્ચે મતભેદ કરનારી હોઈ શકે છે.

રવિવાર
રવિવારે જન્મેલી સ્ત્રી ચંચળ સ્વભાવની હોય છે. એકાદ વાત હમણા ગમતી હોય છે તો થોડીવાર પછી એ જ વાત તેમને નથી ગમતી.
First published: August 25, 2018, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading