હનુમાન જયંતીને લઈને એક કથા પ્રચલીત છે. એકવાર મહાન ઋષી અંગિરા સ્વર્ગના માલિક ઈન્દ્રને મળવા માટે સ્વર્ગમાં ગયા હતા અને ત્યારે તેમનું સ્વાગત સ્વર્ગની અપ્સરા પુંજીક્ષ્થલાના નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું. જો કે અંગિરા ઋષીને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નહોતો અને તેમણે તે જ સ્થાન પર અને તે જ સમયે તેમના પ્રભુનું ધ્યાન ધરવાનું શરૂ કરી દીધું. નૃત્યના અંતમાં ઈન્દ્રએ તેમને નૃત્યના પ્રદર્શન અંગે પૂછ્યું. સંતે જણાવ્યું કે હું મારા પ્રભુના ધ્યાનમાં મગ્ન હતો કારણ કે મને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નથી. ઋષી અંગિરાનો આ જવાબ ઈન્દ્ર અને અપ્સરા બંન્ને માટે શરમજનક બાબત હતી. અપ્સરાના આ નૃત્યએ સંતને નીરાશ કર્યા અને ત્યારે ઋષિ અંગિરાએ શ્રાપ આપ્યો કે તમે પર્વતીય ક્ષેત્રના જંગલોમાં માદા બંદર સ્વરૂપે જન્મ લેશો.
અપ્સરાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ઋષિ પાસે ક્ષમા યાચના માંગી. ત્યારે ઋષિને દયા આવી અને તેમણે આશીર્વાદ આપ્યા કે તારા ઘરે ભગવાનના એક મહાન ભક્તનો જન્મ થશે અને તે સદાય પરમાત્માની સેવા કરશે. ત્યાર બાદ તે અપ્સરા “કુંજાર” કે જેઓ પૃથ્વી પરના તમામ વાનરોના રાજા છે તેમની દિકરી સ્વરૂપે જન્મી, અને આ દિકરી મોટી થતા જ તેમના વિવાહ “સુમેરૂ પર્વતના” રાજા “કેસરી” સાથે થયા. અને તેમણે પાંચ દિવ્ય તત્વો જેવાકે “ઋષી અંગીરાનો શ્રાપ અને આશીર્વાદ”, “પૂજા”, “ભગવાન શિવના આશિર્વાદ”, “વાયુદેવના આશીર્વાદ”, અને “પુત્રશ્રેષ્ઠી યજ્ઞથી” “હનુમાન”ને જન્મ આપ્યો. ભગવાન “શિવે” પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપે પોતાના “11માં રૂદ્ર”ના અવતારમાં “હનુમાનજી” મહારાજ બનીને જન્મ લીધો કારણ કે તેઓ પોતાના વાસ્તવિક રૂપમાં ભગવાન “શ્રીરામ”ની સેવા નહોતા કરી શકતા.
હનુમાનજી મહારાજનો જન્મ થતા જ તમામ વાનર સમુદાય સહિત મનુષ્યોમાં આનંદનો માહોલ ફેલાઈ ગયો અને નૃત્ય- કિર્તન અને ગાન સાથે હનુમાનજી મહારાજના જન્મને વધાવવામાં આવ્યો અને તેમનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો. અને આજના સમયમાં પણ ભક્તો દ્વારા અતુલીત બળ પ્રાપ્ત કરવા અને બુદ્ધીમતા પ્રાપ્ત કરવા અને સાથેજ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન જયંતી મનાવવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર