Astrology : વૃશ્ચિક રાશિમાં બુધનો પ્રવેશ, દિવાળી પર આ રાશિને કરાવશે ફાયદો

News18 Gujarati
Updated: October 23, 2019, 2:37 PM IST
Astrology : વૃશ્ચિક રાશિમાં બુધનો પ્રવેશ, દિવાળી પર આ રાશિને કરાવશે ફાયદો
રાશિફળ

બુદ્ધિના ગ્રહ બુધ આજે રાત્રથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. જેનાથી 12 રાશિઓના ભવિષ્ય પર થશે અસર

  • Share this:
બુદ્ધિના ગ્રહ તેવા બુધ આજે રાત્રથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. જ્યાં તે શત્રુગ્રહ સાથે સંયોગ કરી કેટલીક રાશિને આર્થિક લાભ આપશે. આ રાશિમાં બુધ 31 ઓક્ટોબર વક્રી થઇને ફરી 7 નવેમ્બરે તુલામાં પ્રવેશ કરશે. ત્યારે બુધની વૃશ્ચિક રાશિમાં વક્રીની ચાલ તમારા જીવનમાં અને બારેય રાશિઓ પર શું ખાસ અસર કરશે તે વિગતવાર વાંચો.

મેષ : બુધ રાશિના આઠમા ભાવમાં ગોચર થતા મેષ રાશિના જાતકોના જીવનમાં ઉતાર ચડાવ આવશે. જો કે દિવાળીમાં લક્ષ્મીની કૃપા આ રાશિ પર રહેશે અને તમારી આર્થિક સ્થિતિમાં વધારો થશે.

વૃષભ : બુધ રાશિ વૃષભના સાતમા ભાવમાં ગોચર કરશે. કારકિર્દીની રીતે વૃષભ રાશિના જાતકોને આનાથી લાભ થશે. આ સમયે તમને સારી તકો અને પરિવારનો સાથ મળશે.

મિથુન : બુધ રાશિના આ ગોચરથી મિથુન રાશિની મુશ્કેલીઓ વધશે. તે કોઇ કાનૂની વિવાદમાં પણ સપડાઇ શકે છે. નકારાત્મક વિચારોથી આ સમયે તમારે દૂર રહેવાની ખાસ જરૂર છે.

સિંહ : બુધ રાશિની આ વક્રીથી સિંહ રાશિના જાતકોની અચલ અને ચલ સંપત્તિમાં વૃદ્ધિ થશે. પ્રોપર્ટી કે વહાન ખરીદવાના યોગ બવશે. નોકરીમાં પણ તમારા કામના વખાણ થશે.

કન્યા : બુધના આ ભ્રમણથી કન્યા રાશિના જાતકોમાં આત્મ વિશ્વાસ વધશે. વિદેશ યાત્રાના યોગ પણ બની શકે છે. સાથે જ વેપાર કે આવકમાં વધારો થવાના યોગ છે.
Loading...

તુલા : જૂનું દેવું ચૂકવાશે, સામજિક સંબંધો વધશે. સાથે જ તમારા માન સન્માનમાં વૃદ્ઘિ થશે અને આર્થિક લાભ મળશે.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિમાં બુધનું ગોચર થતા તમારે નકારાત્કમ વિચારોથી દૂર રહેવું પડશે. અને આ સમયે સ્વાસ્થયનું ધ્યાન રાખજો કારણ કે તમે માનસિક તણાવમાંથી પસાર થઇ શકો છો. જો કે તમને ઘન લાભ થવાની પણ સંભાવના છે.

ઘન- બુધના આ ભ્રમણના કારણે તમારે વડીલોના સ્વાસ્થયની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જે લોકો નોકરીમાં પરિવર્તન શોધી રહ્યા છે તેમના માટે સારો સમય છે. જો કે આ ઉધાર આપવાનું આ સમયે ટાળજો.

મકર : મકર રાશિના જાતકોને આર્થિક રીતે ફાયદો થશે. શેરબજાર કે નવી પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી લાભ થશે.

કુંભ : કુંભ રાશિના જાતકોને આ સમયે કારકિર્દીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પણ સફળતા પણ મળશે. વળી રોમાન્સના પણ ચાન્સ છે. દાન પુણ્ય કરવાની લાભ મળશે.

મીન : બુધના આ ગોચરથઈ મીન રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. વિદ્યાર્થીઓ માટે અનેક લાભની તક સર્જાશે. જીવનસાથી તરફથી પણ સન્માન મળશે. અને નોકરીમાં પણ વાહવાઇ મળશે.
First published: October 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...