વરસાદ બન્યો વિલન અને સંજુ બન્યો હીરો! ટીમમાં ન લીધો તો પણ દિલ જીત્યુ, જુઓ શું કરવા લાગ્યો

સંજુ સેમસને દિલ જીત્યા

Sanju Samson: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચ તો વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ટીમમાં સ્થાન ન મળવા છતા સંજુના એક કામના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા.

  Sanju Samson With Ground Staff: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચ તો વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આજની મેચમાં પ્લેઇંગ 11માં બેટ્સમેન સંજુ સેમસનને સ્થાન મળ્યું નહોતું.

  વરસાદ બન્યો વિલન

  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી વન-ડે વરસાદને કારણે રોકવી પડી હતી. વારંવાર વરસાદને કારણે મેચ ટૂંકાવીને 29 ઓવર્સની કરીને ફરી સ્ટાર્ટ કરવામાં આવી હતી પણ ફરીથી 12.5 ઓવર્સની રમત બાદ મેચ અટકાવવી પડી હતી. આ સમયે ગેલ અને સૂર્યકુમાર જોરદાર બેટિંગ કરી રહ્યા હતા. શુભમન તો અર્ધી સદીની નજીક હતો કે ફરી વરસાદ ખાબક્યો. અને પછી મેચ શરૂ થઈ શકી નહોતી.

  સંજુ પોતે ગ્રાઉન્ડ સ્ટાફને કરવા લાગ્યો મદદ

  મેચ દરમિયાન વારંવાર વરસાદ આવ-જા કરતો હતો ત્યારે સંજુ પોતે પણ કવર્સ લગાવવા હટાવવામાં મદદ કરતો નજરે ચડ્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરવાઓન આ વિડીયો રાજસ્થાન રોયલ્સે શેર કર્યો હતો. કારણ કે સંજુ રાજસ્થાન રોયલ્સમાથી IPL રમે છે.  12.5 ઓવર્સની રમત બાદ રદ્દ 

  સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 34 રન ફટકાર્યા હતા જેમાં 3 તો શાનદાર છગ્ગા માર્યા હતા. તો બીજી તરફ શુભમન ગિલે 42 બોલમાં 45 રન ફટકાર્યા હતા. જેમાં 4 ચોગ્ગા અને 1 છ્ગ્ગાનો સમાવેશ થાય છે. ટીમ સારા સ્કોર તરફ ગતિ કરી રહી હતી ત્યાં ફરી 12.5 ઓવર્સની રમત બાદ વરસાદના કારણે મેચ બંધ કરવામાં આવી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 89 રન પર એક વિકેટ હતો.

  આ પણ વાંચો: બીજી વન-ડેમાં પણ શાનદાર ફોર્મમાં સૂર્યા! ગિલ પણ ગેલમાં, મેઘરાજાએ મજા બગાડી

  નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી બહુ જરૂરી છે. ધવન એન્ડ કંપની આ મેચ જીતીને સીરિઝમાં બરાબરી કરવા માગશે. વરસાદને લીધે રમતની કુલ ઓવરની સંખ્યા 29 થઈ ગઇ હતી. પણ 12.5 ઓવર્સ પછી ફરી વરસાદ પડતાં મેચ અટકાવવી પડી હતી. અને બાદમાં અમ્પાયર્સે મેચ રદ્દ કરવાની નિર્ણય લીધો હતો. ભારત પાસે સારી શરૂઆત બાદ મેચ સરભર કરવાનો ચાન્સ જતો રહ્યો.

  આ પણ વાંચો: સારું થયું વર્લ્ડકપમાં ન રમાડયો! ખુદ ઉમરાન મલિકનાં પપ્પા બોલ્યા આવુ, જાણો શું કહ્યુ

  રેન્કિંગમાં નંબર વન પર પહોંચવાની તક

  શિખર ધવનની કેપ્ટનશિપવાળી ભારતીય ક્રિકેટ ટીમ પાસે આઇસીસી વનડે રેન્કિંગમાં નંબર વન પર પહોંચવાની સારી તક છે. ધવન એન્ડ કંપની ભલે ત્રણ મેચની સીરિઝની પ્રથમ વન-ડે હારી ગઇ હોય, છતાં અત્યારે પણ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પાસેથી નંબર વનની ખુરશી છીનવી શકે છે.
  Published by:Mayur Solanki
  First published:

  विज्ञापन
  विज्ञापन