ફરિદખાન, વડોદરા : શહેર પોલીસે યુવતીઓની પઝવણી કરતા એક યુવકને ઝડપી પાડ્યો છે. યુવક છેલ્લા 10 દિવસથી રસ્તા પર નીકળથી એકલી યુવતીઓની છેડતી કરતો હતો. યુવતીઓની ફરિયાદ બાદ કેટલાક યુવાનોએ વોચ ગોઠવી હતી અને યુવકને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો. યુવક બાઈક પર આવતો હતો અને રસ્તા પર ચાલીને ક પછી વાહન પર જતી છોકરીઓને ખોટી રીતે સ્પર્શ કરીને ધૂમ સ્પીડે સેકન્ડમાં ગાયબ થઈ જતો હતો. આવા બનાવો વધી જતાં પીડિત યુવતીઓ અને તેના પરિવારના સભ્યોએ વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે પાદરામાં એક યુવક છેલ્લા 10 દિવસથી રસ્તા પર એકલી નીકળતી યુવતીઓની છેડતી કરો હતો. યુવતીઓ રસ્તા પર નીકળથી હતી ત્યારે તેમના શરીર પર હાથ મારતો હતો. યુવતીઓની ફરિયાદ બાદ કેટલાક યુવાનોએ યુવકને પકડી પાડ્યો હતો. જે બાદ પોલીસ યુવકને પોલીસ મથક લાવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
એક પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, "હું રાત્રે આઠ વાગ્યે દુકાન બંધ કરીને ઘરે જઈ રહી હતી ત્યારે આ યુવક મને ખરાબ રીતે સ્પર્શ કરીને ભાગી ગયો હતો." મહિલાના જણાવ્યા પ્રમાણે યુવક બાઇક પર આવ્યો હતો અને તેના મોઢે રૂમાલ બાંધેલો હતો. પીડિત મહિલાએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે, પાદરા વિસ્તારોમાં રસ્તાઓ પર લાઇટો ન હોવાને કારણે આવા બનાવો બનતા રહે છે.
અન્ય એક મહિલાએ જણાવ્યું કે, "બાઈક પર આવતો યુવક સેકન્ડમાં મહિલા કે છોકરીને ખોટી રીતે સ્પર્શ કરીને ભાગી જાય છે. તેની હિંમત એટલી છે કે એકલી છોકરી જુએ તો ફરીથી પાછો આવે છે. અમે પાદરામાં નીકળતા ડરીએ છીએ."
વધુ એક મહિલાએ જણાવ્યું કે, "જો આ યુવકને અત્યારે સજા નહીં આપવામાં આવે તો ભવિષ્યમાં તેના જેવા અન્ય યુવકો ઉભા થશે. આ યુવકની હિંમત વધશે તો તેના બીજા મિત્રોને આવું કરવા પ્રેરશે. આ છોકરો ક્યાંથી આવે છે તેની ખબર નથી. 70-80ની સ્પીડે આવે છે. અમે વાહન પર જતા હોઈએ ત્યારે તે શરીર પર ગમે ત્યાં હાથ મારીને જતો રહે છે."
સતત ત્રણ દિવસ પછી કર્યો : પીડિત મહિલાએ જણાવ્યું કે, "આ યુવક સતત આવું કરી રહ્યો છે. મારી સાથે પ્રથમ વખત આવો બનાવ બન્યા બાદ હું બીજા દિવસે કામ પર ગઈ ન હતી. આ યુવક સતત ત્રણ દિવસ મારી પાછળ આવ્યો હતો. બાદમાં મેં પરિવારને જાણ કરી હતી. જે બાદમાં મને માલુમ પડ્યું હતું કે અન્ય છોકરીઓ સાથે પણ આવા જ બનાવો બની રહ્યા છે. જે બાદમાં અમે મહિલાઓ એકઠી થઈ હતી અને વોચ ગોઠવીને તેને પકડી પાડ્યો હતો."
અમે કામ પર ન જઈએ? : પાદરા વિસ્તારમાં આવા બનાવો બાદ મહિલાઓએ પોલીસ પાસેથી સુરક્ષાની માંગણી કરી છે. મહિલાઓનું કહેવું છે કે સતત આવા બનાવો બાદ શું અમારે કામ ધંધો છોડી દેવો? મહિલાઓએ કહ્યું હતું કે પાદરા વિસ્તારમાં સતત આવા બનાવોને કારણે મહિલાઓ રાત્રે એકલી નીકળતી ડરી રહી છે.
વરઘોડા કાઢવાની માંગ : આરોપી યુવકને પકડી પાડ્યા બાદ પોલીસ તેને પોલીસ સ્ટેશન લાવી હતી. જે બાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પોલીસ સ્ટેશન પહોંચીને આ લોકોએ યુવકને તેમને સોંપી દેવાની માંગી કરી હતી. મહિલાઓએ માંગણી કરી હતી કે આરોપી યુવકને તેમને સોંપી દેવામાં આવે. પાદરા વિસ્તારમાં આ યુવકનો વરઘોડો કાઢવામાં આવે. આ ઉપરાંત તેમના પરિવારને પણ જાણ કરવામાં આવે કે તેનો દીકરો કેવા કૃત્યો કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર