મુંબઈ : યસ બેંકના સ્થાપક રાણા કપૂર (Rana Kapoor) અંગે સતત નવાં નવાં ખુલાસા થઈ રહ્યા છે. ઈડી (ED)નો આરોપ છે કે કૂપરે લોનના બદલામાં કંપનીઓ પાસેથી 600 કરોડની લાંચ (Bribe) લીધી હતી. રવિવારે મુંબઈની એક કોર્ટે તેને ત્રણ દિવસ માટે ઈડીની (Enforcement Directorate) કસ્ટડીમાં સોંપી દીધા હતા. મની લોન્ડ્રિંગ (Money Laundering) કેસ અંગે રાણા કપૂર (ED Questions Rana Kapoor)ની આશરે 30 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે બેંકના પૂર્વ એમડી (Yes Bank Ex MD) તેમજ સીઈઓ અને તેમના પરિવારના સભ્યોએ કથિત રીતે લાંચ લેવા માટે 20થી વધારે બોગસ કંપની બનાવી હતી.
બોગસ કંપની બનાવી
ઇડીના એક વરિષ્ઠ અધિકારીના હવાલેથી એઈએએનએસએ જણાવ્યું કે, "કપૂર અને તેની પત્ની બિન્દુ અને ત્રણ દીકરી સહિત તેમના પરિવારના સભ્યોએ લાંચ લેવા માટે 20થી વધારે બોગસ કંપનીઓ બનાવી હતી." અધિકારીએ જણાવ્યું કે લાંચમાં મળેલા રૂપિયાનો ઉપયોગ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે આ બોગસ કંપનીઓ મારફતે એવી કંપનીઓ પાસેથી લાંચ લેવામાં આવી હતી, જેમને બેંકે લોન આપી હતી.
ઈડીએ શનિવારે કપૂરની ત્રણ દીકરીના મુંબઈ અને દિલ્હી સ્થિત ઘરોની તપાસ કરી હતી. ઈડીને આશંકા છે કે કપૂર તેમજ ડૂઇટ અર્બન વેન્ચર્સની નિર્દેશક તેની બે દીકરીએ કથિત રીતે ડીએચએફએલ પાસેથી લાંચ લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 4450 કરોડ રૂપિયા ડીએચએફએલ દ્વારા 80 કંપનીઓને આપવામાં આવ્યા હતા. જેમાં ડૂઇટ અર્બન વેન્ચર્સ પણ સામેલ છે.
સીબીઆઈએ યસ બેંકના સહ-સંસ્થાપક રાણા કપૂર, દીવાન હાઉસિંગ (DHFL) અને ડીઓઆઈટી અર્બન વેન્ચર્સ કંપની વિરુદ્ધ અપરાઘિક ષડયંત્ર, છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપમાં પ્રાથમિક ફરિયાદ દાખલ કરી છે. યસ બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂર સહિત આખા પરિવાર સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. જે બાદમાં રાણા કપૂરની દેકરી રોશની કપૂરને લંડન જતા રોકવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર