જો તમે મોટી ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો અને મોંઘી કિંમતના કારણે ખરીદી કરી શકતા નથી તો શિયોમી શ્રેષ્ઠ તક આપે છે. કંપનીની સત્તાવાર સાઇટ પર, એમઆઇ LED TV 4 Pro (55ઇંચ) ને 10 હજારના ડિસ્કાઉન્ટ પર ઓફર કરવામાં આવી રહ્યું છે. લોન્ચ સમયે આ સ્માર્ટ ટીવીની કિંમત 54,999 રૂપિયા હતી. ટીવીની કિંમતમાં પહેલા પણ ઘટાડો થયો હતો, ત્યાર બાદ તેને રૂ. 47, 999 માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતુ. હવે તેની કિંમતમાં ફરી ઘટાડો કરવામાં આવ્યો છે, ગ્રાહકો હવે Mi LED TV 4 Proને 54,999 રુપિયાને બદલે રુ. 44,999માં ખરીદી શકે છે.
આ ટીવીના સાઇડની સાઇઝ 4.9 એમએમ છે અને શિયોમી દાવો કરે છે કે આ સ્માર્ટ ટીવી વિશ્વનું સૌથી નાની ડિસ્પ્લે ધરાવતું ટીવી છે. એમઆઇ એલઇડી ટીવી 4 પ્રોમાં, 4 કે ડિસ્પ્લે આપવામાં આવી છે, એમઆઇ એલઇડી ટીવી 4 પ્રો 55-ઇંચનું ક્વાડ કોર એલોગિક કોર્ટેક્સ એ 53 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ સ્માર્ટ ટીવીમાં 2 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. એમઆઇ એલઇડી ટીવી 4 પ્રો 55-ઇંચમાં જબરદસ્ત સાઇડ માટે 8-વૉટ સ્પીકર્સ સાથે ભારે અવાજ ઓડિયો આપ્યો છે. કનેક્ટિવિટી ઉપરાંત યુએસબી 2.0 પોર્ટ, 3 એચડીએમઆઈ પોર્ટ, 1 એવી પોર્ટ અને 1 એસ / પીડીઆઈએફ પોર્ટ, ટીવી બ્લૂટૂથ 4.2 અને વાઇફાઇ જેવી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર