દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિઓ વિશે તો તમે જાણતા હશો. પરંતુ શું તમે એવા નેતાઓ કે રાષ્ટ્ર પ્રમુખો વિશે જાણો છો જેમની સંપત્તિ ઈતિહાસમાં સૌથી વધુ રહી છે?
ફિલિપાઇન્સની સત્તાર પર 1965થી 1986 સુધી રાજ કરનારા ફર્ડિનેંડ માર્કોસ દુનિયાના સૌથી અમીર નેતાઓમાં સામેલ થાય છે. તેમની કુલ સંપત્તિ 3.80 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવે છે.
1968થી 1998 સુધી ઈન્ડોનેશિયામાં સુહારતોની સત્તા હતી. તેમને સૌથી ભ્રષ્ટ નેતાનો ખિતાબ મળેલો હતો. તેમની અંદાજિત સંપત્તિ 3.95 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવે છે.
યમનની સત્તા પર 1990થી 2012 સુધી રાજ કરનારા અલી અબ્દુલ્લા સાલેહ સૌથી અમીર નેતાઓ પૈકીના એક છે. તેમની પણ કુલ સંપત્તિ 4.59 લાખ કરોડથી વધુની હતી.
ઈતિહાસના બીજા સૌથી અમીર નેતા ઈજિપ્તથી સંબંધ રાખનારા હોસ્ની મુબારક રહ્યા છે. 1981થી 2011 સુધી સત્તા પર રહેલા હોસ્નીએ પોતાના કાર્યકાળમાં અતિશય સંપત્તિ કમાવી હતી. તેમની અંદાજિત સંપત્તિ 5 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી.
દુનિયાના ઈતિહાસમાં સૌથી અમીર નેતા લીબિયાના મુઅમ્મર ગદ્દાફીની રહી છે. 1977થી 2011 સુધી રાજ કરનારાં ગદ્દાફીની કુલ સંપત્તિ 14 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર