Home /News /samachar /

વિશ્વ બેંકના અધ્યક્ષે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી; ગુજરાતના વિકાસ માટે સૂચનો કર્યાં

વિશ્વ બેંકના અધ્યક્ષે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી; ગુજરાતના વિકાસ માટે સૂચનો કર્યાં

ગુજરાત ટકાઉ વિકાસનું કેન્દ્ર બન્યું છે અને દેશ વિદેશના રોકાણકારોની મૂડી રોકાણ માટેની પ્રથમ પસંદગીનું રાજ્ય ગુજરાત છે: વિજય રૂપાણી

ગુજરાત ટકાઉ વિકાસનું કેન્દ્ર બન્યું છે અને દેશ વિદેશના રોકાણકારોની મૂડી રોકાણ માટેની પ્રથમ પસંદગીનું રાજ્ય ગુજરાત છે: વિજય રૂપાણી

    નર્મદા: મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટને ઉષ્માપૂર્ણ આવકાર આપતાં કહ્યું કે, વિશ્વના ઘણાં દેશોમાં ફર્યા છો અને બહુ આયામી નિપુણતા તમે ધરાવો છો અને આપના અનુભવી અને નિપુણતા ભર્યા સૂચનો અને મંતવ્યો ગુજરાતના લાંબાગાળાના વિકાસને વેગવાન બનાવવામાં ખૂબ ઉપયોગી પુરવાર થશે.

    તેમણે જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રીએ ,મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતને દેશ માટે વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે.

    આ પ્રગતિ કૂચને અમે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવી પહેલો થી આગળ ધપાવી છે.ગુજરાત ટકાઉ વિકાસનું કેન્દ્ર બન્યું છે અને દેશ વિદેશના રોકાણકારોની મૂડી રોકાણ માટેની પ્રથમ પસંદગીનું રાજ્ય ગુજરાત છે એમ તેમણે જણાવ્યું હતું.
    વિજય રૂપાણીએ કેવડિયાની ટેન્ટ સીટી ખાતે 2019ની બેચના સિવિલ સેવાના અધિકારીઓની પરિષદ ને સંબોધન માટે આવેલા વિશ્વ બેંકના અધ્યક્ષ શ્રીમાન ડેવિડ મલપાસને આવકાર્યા હતા અને તેમની સાથે વાઇબ્રન્ટ કલચરલ કાર્યક્રમને માણ્યો હતો.

    આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘે પ્રેઝન્ટેશન કર્યુ હતું.
    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતનું સ્ટેચ્યૂ ઑફ યુનિટી તાજ મહેલ જેવા સ્મારકો જેવું જ દર્શનીય સ્થળ દેશ વિદેશના લોકો માટે બનવા જઈ રહ્યું છે.

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરદાર સરોવર બંધનું સ્વપ્ન 1946માં સરદાર વલ્લભભાઈ પટેલ સેવ્યું હતું. અમે એ પ્રોજેકટ સાકાર કર્યો છે અને આજે નર્મદાનું પાણી છેક સૌરાષ્ટ્ર,કચ્છ સુધી પહોંચ્યું છે.આજે રાજ્યના 10હજાર થી વધુ ગામો અને 150 થી વધુ શહેરોને નર્મદા યોજના પીવાનું પાણી પૂરું પાડે છે. સારા ચોમાસાના પગલે સરદાર સરોવર બંધમાં પૂર્ણ ક્ષમતા સુધી જળ ભંડાર ભરાયો એનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

    ગુજરાતે અછતના અનુભવો ને અવસર બનાવીને વોટર મેનેજમેન્ટ -જળ પ્રબંધનમાં દેશના અગ્રણી રાજ્યનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું
    આ પ્રસંગે વિશ્વ બેંકના અધિકારીઓ,લાલ બહાદુર સનદી સેવા અકાદમીના નિયામક ડો.સંજીવ ચોપરા,ભારત સરકારના સચિવ ચંદ્રમૌલિ,ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓ, અંજલિબહેન રૂપાણી અને 2019ની બેચના સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Published by:Pankaj Jain
    First published:

    આગામી સમાચાર