હૈદરાબાદઃ મહાત્વાકાંક્ષી લોકો પર ક્યારેક તણાવ (Depression) કેટલો હાવી થઈ જાય છે તેને આ અહેવાલથી સમજી શકાય છે. હૈદરાબાદની એક યુવતીએ પહેલા તો આઇએએસ બનવાનું સપનું લઈને મલ્ટીનેશનલ કંપનીમાં સારી એચઆર મેનેજરની નોકરી છોડી દીધી. પછી વર્ષો સુધી મહેનત બાદ જ્યારે IAS ક્લિયર ન કરી શકી તો ડિપ્રેશનમાં આવી ગઈ. માત્ર આટલું જ નહી, તેની મગજની બીમારી એટલી વધી ગઈ કે તે હવે ‘કચરો વીણનારી’ બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, લગભગ આઠ મહિના પહેલા તેણે ઘર છોડી દીધું. હવે માંગતા-ખાતા અને ભટકતા તે લગભગ દોઢ હજાર કિલોમીટર દૂર ગોરખપુર (Gorakhpur) પહોંચી ગઈ છે. આ યુવતીની તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ ગઈ છે.
મળતી જાણકારી મુજબ, રજની નામની આ યુવતી વારંગલ (તેલંગાણા)ની રહેવાસી છે. 23 જુલાઈએ તે વિક્ષિપ્ત હાલતમાં ગોરખપુરમાં તિવારીપુર પોલીસ સ્ટેશનની પાસેથી મળી. જુલાઈમાં ખૂબ જ ગરમીમાં તેના શરીર પર આઠ સેટ કપડા હતા. તે કચરાપેટીની પાસે ફેંકવામાં આવેલા સૂકા ચોખા વીણી ને ખાઈ રહી હતી. તેની જાણકારી કોઈએ પોલીસને આપી. ત્યારબાદ બે પોલીસકર્મી તેની પાસે પહોંચ્યા તો યુવતીને પોલીસને જોઈને ફટાફટ અંગ્રેજી બોલવા લાગી.
યુવતી તૂટેલી-ફુટ લી હિન્દી પણ બોલી રહી હતી. પોલીસકર્મીઓએ તેની જાણકારી અધિકારીને આપી. પોલીસે તેને માતૃછાયા ચેરિટેબલ ફાઉન્ડેશનને સોંપી દીધી. જ્યાં ત્રણ મહિના સુધી યુવતીની સારવાર ચાલી. પછી થોડીક નોર્મલ થતાં તેણે પોતાના પરિવાર વિશે જણાવ્યું.
યુવતીના પિતાએ માતૃછાયાના અધિકારીઓને જણાવ્યું કે તેણે વર્ષ 2000માં એમબીએનો અભ્યાસ ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કર્યો હતો. આઇએએસ બનવાનું સપનું હતું. તેણે બે વાર સિવિલ સર્વિસિસની પરીક્ષા આપી હતી. પરંતુ બંને વાર તે નિષ્ફળ રહી. તેના કારણે તે ધીમે-ધીમે ડિપ્રેશનમાં જવા લાગી.
ડિપ્રેશનથી બચવા માટે રજનીએ હૈદરાબાદમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં એચઆર મેનેજરની નોકરી શરૂ કરી, પરંતુ ડિપ્રેશનથી બહાર ન આવી શકી. પિતાના જણાવ્યા મુજબ, રજની ગયા વર્ષે નવેમ્બરમાં ઘરેથી કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. હવે પિતા તેને પોતાની સાથે ઘરે લઈને જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર