Home /News /samachar /

અમદાવાદ : બે મહિલા અને પુરૂષની ગેંગનું ચોંકાવનારૂં કારસ્તાન, સોનાના વેપારીઓ પરેશાન

અમદાવાદ : બે મહિલા અને પુરૂષની ગેંગનું ચોંકાવનારૂં કારસ્તાન, સોનાના વેપારીઓ પરેશાન

બે મહિલા અને એક યુવક જે ખુલેઆમ આવે છે અને સોનાના વેપારીઓને ટાર્ગેટ કરી આસાની થી ફરાર થઈ જાય છે

બે મહિલા અને એક યુવક જે ખુલેઆમ આવે છે અને સોનાના વેપારીઓને ટાર્ગેટ કરી આસાની થી ફરાર થઈ જાય છે

    નવીન ઝા, અમદાવાદ : અમદાવાદ શહેર સહિત ગુજરાતના સોનાના વેપારીઓમાં અત્યારે ખોફ ચાલી રહ્યો છે અને તેની પાછળનુ કારણ છે બે મહિલા અને એક યુવક જે ખુલેઆમ આવે છે અને સોનાના વેપારીઓને ટાર્ગેટ કરી આસાની થી ફરાર થઈ જાય છે.આ ગેંગ થોડા મહિના પહેલા પણ આવી હતી અને અમદાવાદમાં અનેક જવેલર્સને ટાર્ગેટ કરી ગુમ થઈ ગઈ હતી ત્યારે આ ગેંગ ફરી અમદાવાદમાં જોવા મળી છે


    8 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધીમાં 4 થી વધુ જવેલર્સમાં જઈ નજર ચુકવી ચોરી કરી છે ત્યારે સમગ્ર ઘટનાનુ સીસીટીવી પણ સામે આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે આ ગેંગે રાણીપમાં આવેલ આશાપુરા જવેલર્સમાં જઈ સોનાની ખરીદીના બહાને 80 હજારથી વધુ ની સોનાના દાગીના લઈ ફરાર થઈ ગઈ છે ત્યારે આ મામલે વેપારીએ ફરિયાદ પણ રાણીપ પોલીસ સ્ટેશનમાં કરી છે.


    સાથો સાથ આ ગેંગે શાસ્ત્રીનગરમાં પણ એક જવેલર્સની દુકાનમાં જઈ સોનાની ચોરી કરી ફરાર થઈ છે ત્યારે સાથો સાથ નીલકંઠ જવેલર્સમાં પણ એજ મોડસ ઓપરેન્ડીથી આવી ચોરી કરી નિકળી ગઈ છે.


    સોનાના વેપારીઓ સાથે વાત કરતા તેમને જણાવ્યુ કે આ ગેંગ બહુ શાતિર છે અને જે ખુબજ ચાલાકી થી ઘટનાને અંજામ આપે છે. આ મહિલાઓ ખુબજ સારા કપડા પહેરીને દુકાનમાં પ્રવેશ કરે છે અને સોનાની ખરીદી કરવાની છે તેમ કહી અલગ-અલગ વસ્તુઓ જોવા માંગે છે 


    દુકાનમાં વેપારી અથવા કર્મચારી તેમને સોનુ બતાવે ત્યારે આ લોકો નજર ચુકવી ખુબજ ચાલાકીથી સોનાની ચોરી કરી લે છે અને કંઈ પણ ખરીદી કર્યા વગર નિકળી જાય છે.


    ચોંકાવનારી વાત તો એ છે કે આ ગેંગ સામે અનેક વેપારીઓ ફરિયાદી કરી ચુક્યા છે પરંતુ પોલીસ અત્યાર સુધી તેમને પકડી શકી નથી જેથી આ ગેંગ માનો પોલીસને ખુલ્લુ પડકાર ફેંકી રહી છે


    આ મામલે પોલીસે આ ઠગ ગેંગના CCTV ફૂટેજ બહાર પાડ્યા છે. સોનાના વેપારીઓએ લગ્નસરાની આ મોમસમાં આ ગેંગનો ભોગ બનતા પહેલાં ચેતવું જરૂરી છે જે ગ્રાહકના સ્વાંગમાં આવી અને સોનાના વેપારીઓને ચુનો લગાડી રહી છે.
    First published:

    આગામી સમાચાર