Home /News /samachar /

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન કેમ લાગુ કર્યું? જાણો કારણ

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન કેમ લાગુ કર્યું? જાણો કારણ

કેવી સ્થિતિમાં દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે? રાષ્ટ્રપતિ શાસનની સમયઅવધિ વધુમાં વધુ કેટલી હોઈ શકે છે?

કેવી સ્થિતિમાં દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે? રાષ્ટ્રપતિ શાસનની સમયઅવધિ વધુમાં વધુ કેટલી હોઈ શકે છે?

  મહારાષ્ટ્ર (Maharashtra)માં કોઈ પણ સરકાર ન બનાવી શકવાની સ્થિતિમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)એ રાષ્ટ્રપતિ શાસન (President Rule) લાગુ કરી દીધું છે. આવો જાણીએ કે કેવી સ્થિતિમાં દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે. રાષ્ટ્રપતિ શાસનની સમયઅવધિ વધુમાં વધુ કેટલી હોઈ શકે છે?


  બંધારણ (Constitution)ના આર્ટિકલ 356 (Article 356)માં રાષ્ટ્રપતિ શાસનનો ઉલ્લેખ છે. આગળ જાણો શું છે તેની સમગ્ર પ્રક્રિયા


  રાજ્યમાં વ્યવસ્થા જ્યારે બંધારણ મુજબ કામ ન કરે તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે. આ ઉપરાંત બંધારણીય વ્યવસ્થા બગડતાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની શક્યતા છે.


  રાષ્ટ્રપતિ શાસન દરમિયાન તમામ શક્તિઓ કેન્દ્ર દ્વારા નિયુક્ત રાજ્યપાલના હાથોમાં હોય છે. પહેલાના નિયમ મુજબ રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ 3 વર્ષ માટે લાગુ કરી શકાય છે પરંતુ બંધારણ સંશોધનમાં સમયઅવધિમાં પરિવર્તન થઈ ગયું છે.


  બંધારણના 44માં સંશોધન 1978 મુજબ હવે રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ એક વર્ષ સુધી લાગુ કરી શકાય છે. પરંતુ બે પરિસ્થિતિઓમાં નિયમ બદલાઈ શકાય છે. જો દેશમાં ઇમરજન્સી લાગુ છે કે પછી ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા તેની ભલામણ કરી છે.
  First published:

  આગામી સમાચાર