Home /News /samachar /

નિર્ભયા કેસ : જજે સુનાવણી ટળી તો રડી પડ્યા નિર્ભયાના માતા-પિતા, પૂછ્યું- અમારા અધિકારોનું શું?

નિર્ભયા કેસ : જજે સુનાવણી ટળી તો રડી પડ્યા નિર્ભયાના માતા-પિતા, પૂછ્યું- અમારા અધિકારોનું શું?

નિર્ભયાની માતાએ કહ્યું કે, હું એક વર્ષથી ભટકી રહી છું, અમને અપરાધીઓના અધિકારો વિશે જણાવાયું પરંતુ અમારા અધિકારોનું શું થયું?

નિર્ભયાની માતાએ કહ્યું કે, હું એક વર્ષથી ભટકી રહી છું, અમને અપરાધીઓના અધિકારો વિશે જણાવાયું પરંતુ અમારા અધિકારોનું શું થયું?

    નવી દિલ્હી : નિર્ભયા મામલા (Nirbhaya Case)માં કોર્ટ દ્વારા 7 જાન્યુઆરી સુધી અરજીકર્તા સહિત અન્ય અધિકારોનો ઉપયોગ કરવા માટે દોષિતોને સમય આપવા પર નિર્ભયાની માતા કોર્ટ રૂમમાં રડી પડ્યા. જજની સામે રડતાં-રડતાં તેઓએ કહ્યું કે, હું એક વર્ષથી ભટકી રહી છું. તેની પર જજે સમજાવ્યું કે દોષિતોના અધિકારો અંતર્ગત તેમને સમય આપવામાં આવ્યો છે. જજે કહ્યુ કે, અમારી તમારી સાથે પૂરી સહમતિ છે પરંતુ અમે કાયદાથી બંધાયેલા છીએ. આ દરમિયાન નિર્ભયાના પિતા પણ કોર્ટમાં હતા અને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે અમને અપરાધીઓના અધિકારો વિશે જણાવાયું પરંતુ અમારા અધિકારોનું શું થયું?

    તેઓએ કહ્યું કે, જો કોર્ટમાં કર્ણાટક, યાકૂબની સજા પર તાત્કાલીક મોડી રાત્રે સુનાવણી થઈ શકે છે તો અહીં સમજી નથી શકાતું કે આ મુદ્દે કેમ નહીં?

    ઉલ્લેખનીય છે કે બુધવારે દોષી અક્ષય સિંહની અરજી પર સુનાવણી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. ત્યારબાદ પટિયાલા હાઉસ કોર્ટે તમામ દોષિતોને એક સપ્તાહનો સમય આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે તિહાડ જેલના અધિકારીઓને કહ્યું કે તેઓ નિર્ભયા મામલામાં દોષિતોને પૂછો કે શું તેઓ રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરવા માંગે છે.

    આ પહેલા દિલ્હીની કોર્ટે નિર્ભયા મામલામાં ચાર દોષિતોમાંથી એકની પુનર્વિચાર અરજી ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે સૂચિત કર્યા.

    16 ડિસેમ્બર 2012ની છે આ ઘટના

    નોંધનીય છે કે, દિલ્હીમાં સાત વર્ષ પહેલા 16 ડિસેમ્બર 2012ની રાત્રે એક સગીર સહિત 6 લોકોએ એક ચાલતી બસમાં 23 વર્ષીય નિર્ભયા સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેને બસથી બહાર રસ્તા કિનારે ફેંકી દીધી હતી. આ ઘટનાની નિર્મતતાથી સમગ્ર દેશમાં ઉગ્ર રોષનો માહોલ ઊભો થયો હતો. આ ઘટના બાદ સમગ્ર દેશમાં વ્યાપક પ્રદર્શન થયા અને મહિલા સુરક્ષા સુનિ‍શ્ચિત કરવાને લઈ આંદોલન શરૂ થઈ ગયા હતા.

    આ મામલાના ચાર દોષી વિનય શર્મા, મુકેશ સિંહ, પવન ગુપ્તા અને અક્ષય કુમાર સિંહને મૃત્યુદંડની સજા કરવામાં આવી. એક અન્ય દોષી રામ સિંહે 2015માં તિહાડ જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી અને સગીર દોષીને સુધાર ગૃહમાં ત્રણ વર્ષની સજા કાપ્યા બાદ 2015માં મુક્ત કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો, નિર્ભયા મામલો : સુપ્રીમે અક્ષયની પુનર્વિચાર અરજી ફગાવી, ફાંસીની સજા બરકરાર
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन