અમદાવાદ : હાલ રાજ્યમાં વરસાદી (Rainy Atmosphere in Gujarat) માહોલ જામ્યો છે. આ દરમિયાન બંગાળી ખાડી (Bay of Bengal)માં લૉ પ્રેશર ઊભું થયું છે. જેના પરિણામ સ્વરૂપે આગામી પાંચ દિવસ રાજ્યમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટ (Thunderstorm Activity) જોવા મળશે. જેના પગલે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે. લૉ પ્રેશર (Low Pressure)ના કારણે ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ (Rain) પડશે. હવામાન વિભાગ (Weather Department)ના જણાવ્યા પ્રમાણે આગામી 14મી જૂનના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. બીજી તરફ મેઘમહેર વચ્ચે રાજ્યમાં અઢી ટકા વિસ્તારમાં વાવણી થઈ છે. જેમાં સૌથી વધારે વાવાણી મગફળી અને કપાસની થઈ છે.
કયા કયા જિલ્લામાં વરસાદ પડશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 14મી જૂનના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત 14મી જૂનના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, ભરુચ, વલસાડ, તાપી જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આજે એટલે કે 10મી જૂનના રોજ સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી રાજ્યના 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના જલાલપોર અને તાલાલામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ખેરગામ, વાગરા, ચોર્યાસી, રાજુલા, ગીર-ગઢડા, ગણદેવી, નવસારી સહિત વિસ્તારોમાં અડધો ઇંચ કે તેનાથી વધારે વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અઢી ટકા વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર
રાજ્યમાં પ્રી-મોન્સૂન વરસાદમાં જ ખરીફ પાકની વાવણી શરૂ થઈ ગઈ છે. 10મી જૂન સુધી રાજ્યના અઢી ટકા વિસ્તારમાં વાવણી થઈ છે. જેમાં 77 હેક્ટર વિસ્તારમાં બાજરી, 61 હેક્ટર વિસ્તારમાં મકાઇ, 1 લાખ 11 હજાર હેક્ટર વિસ્તારમાં મગફળી, 2,325 હેક્ટર વિસ્તારમાં સોયાબીન, 78 હજાર હેક્ટરમાં કપાસ, 8,904 હેક્ટર વિસ્તારમાં શાકભાજીની વાવણી થઈ છે.