Home /News /samachar /

Vodafone અને Idea ભારતમાં પોતાની સેવા બંધ કરી શકે છે : રિપોર્ટ

Vodafone અને Idea ભારતમાં પોતાની સેવા બંધ કરી શકે છે : રિપોર્ટ

વોડાફોન-આઇડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલા (Kumar Mangalam Birla) પહેલા જ કહી ચુક્યા છે કે સુપ્રીમ કોર્ટ કે સરકાર તરફથી રાહત ન મળવાના કેસમાં કંપની પોતાનો બિઝનેસ બંધ કરી શકે છે.

વોડાફોન-આઇડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલા (Kumar Mangalam Birla) પહેલા જ કહી ચુક્યા છે કે સુપ્રીમ કોર્ટ કે સરકાર તરફથી રાહત ન મળવાના કેસમાં કંપની પોતાનો બિઝનેસ બંધ કરી શકે છે.

    નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટેલિકૉમ કંપની વોડાફોન અને આઇડિયા પર સંકટ ઘેરાયું છે. દર મહિને થઈ રહેલા નુકસાનને પગલે વોડાફોન અને આઈડિયાને ભારતમાં પોતાના ઓપરેશન ચલાવવું કપરું સાબિત થઈ રહ્યું છે. આ માટે કંપનીની બોર્ડ બેઠકમાં ભારતમાં કંપનીના ભવિષ્ય પર કોઈ નિર્ણય થઈ શકે છે. લાઇવ મિન્ટના રિપોર્ટ પ્રમાણે બોર્ડની બેઠકમાં એજીઆરની રકમને ચુકવવા માટે કંપની પાસે બીજા શું વિકલ્પ છે તેના વિશે પણ નિર્ણય થશે. નોંધનીય છે કે ડિસેમ્બર-2019માં વોડાફોન-આઇડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે જો સરકાર કે કોર્ટ કોઈ રાહત નથી આપતી તો કપંની બંધ થઈ જશે.

    મુશ્કેલીમાં વોડાફોન-આઇડિયા : વોડાફોન-આઇડિયાએ એજીઆર (એડજસ્ટેડ ગ્રૉથ રેવન્યૂ)ના 53,000 કરોડ કરોડ ચૂકવવાના બાકી છે. જ્યારે કંપનીને ત્રીજા ત્રિસામિક એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન 6,439 કરોડ રૂપિયાની ખોટ કરી છે. આ સતત છઠ્ઠો ત્રિસામિક ગાળો છે જ્યારે કંપનીએ ખોટ નોંધાવી છે. આ સમચાર બાદ કંપનીના શેરમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો.



    હવે શું થશે?

    વીએમ પોર્ટફોલિયોના રિસર્ચ હેડ વિવેક મિત્તલનું કહેવું છે કે વોડાફોન આઇડિયા પાસે પૈસા નથી. કંપની NCLTમાં જોઈ શકે છે, કારણ કે 17મી માર્ચ સુધી મામલાની આગામી સુનાવણી પહેલા તેણે બાકી રકમ ચૂકવવી પડશે. જો આ મામલાનો સ્વીકાર કરી લેવામાં આવે છે તો બેન્કરપ્સી લૉ પ્રમાણે બાકી રકમ ચૂકવવા પર રોકી લાગી શકે છે.

    શું છે મામલો : એજીઆર (Adjusted Gross Revenues) મામલામાં સુપ્રીમ કોર્ટે ટેલિકૉમ કંપનીઓને કોઈ જ રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે. એટલું જ નહીં કોર્ટે આ કંપનીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. 16 જાન્યુઆરીના રોજ જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠે ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો હતો કે તેઓ સરકારને એજીઆરની રકમ ચૂકવી દે.

    ફાઇલ તસવીર


    શુક્રવારે આ મામલે 1.47 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને લતાડી હતી. એટલું જ નહીં કંપનીઓના ટોચના અધિકારીઓને સમન્સ પાઠવીને પૂછ્યું હતું કે પૈસા ચૂકવવાના સુપ્રીમ કોર્ટના આદેશનો શા માટે અનાદર કરવામાં આવ્યો. કોર્ટે તમામ કંપનીઓને લતાડતા 1.47 લાખ કરોડની ચૂકવણી કરવાનો આદેશ કર્યો હતો.



    સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એરટેલે કહ્યું છે કે તે 20 ફેબ્રુઆરી સુધી 10 હજાર કરોડની ચૂકવણી કરશે. કોર્ટે ચૂકવણી માટે 17મી માર્ચનો સમય આપ્યો છે. 1.47 લાખ કરોડમાંથી 92642 કરોડ લાઇસન્સ ફી છે. જ્યારે બાકીના 55054 કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ ચાર્જ છે. એરટેલે 35 હજાર કરોડ ચુકવવાના બાકી છે.
    First published:

    આગામી સમાચાર