Home /News /samachar /

Vodafoneની ધમાકેદાર ઑફર! સસ્તા રિચાર્જમાં પ્રતિદિન 3GB ઇન્ટરનેટ, કૉલિંગ ફ્રી

Vodafoneની ધમાકેદાર ઑફર! સસ્તા રિચાર્જમાં પ્રતિદિન 3GB ઇન્ટરનેટ, કૉલિંગ ફ્રી

જો ઓછી કિંમતે વધારે ડેટાનો વપરાશ કરવાની ઇચ્છા હોય તો આ પ્લાન તમારા માટે પણ છે.

જો ઓછી કિંમતે વધારે ડેટાનો વપરાશ કરવાની ઇચ્છા હોય તો આ પ્લાન તમારા માટે પણ છે.

    વોડાફોન ( (vodafone)તેના ગ્રાહકો માટે એક સરસ સસ્તી યોજના (plan) આપી રહ્યું છે. આ યોજના નવી નથી, પરંતુ તેમાં આપવામાં આવેલા લાભોમાં વધારો કરવામાં આવ્યો છે. વોડાફોને તેની 3 યોજનાઓ બદલી છે, જેમાંથી એક 249 રૂપિયા પ્રતિ મહિનાનો પ્લાન છે. કંપનીના આ પ્લાનમાં શું ફાયદાઓ મળી રહ્યા છે, અને તેમાં પહેલાથી શું બદલાવ આવ્યો છે તે જાણો


    આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને પહેલાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવતો હતો, પરંતુ હવે ડબલ ડેટા ઑફર હેઠળ 3 GB ડેટા મળશે. (પ્રતિકાત્મક તસવીર)


    એટલે કે, 28 દિવસમાં કુલ 84 જીબી ડેટા મળશે. આ ઓફર વોડાફોનના દેશના તમામ 22 ટેલિકોમ સર્કલ માટે ઉપલબ્ધ કરાઈ છે. આની મદદથી, તમે કોઈપણ નેટવર્ક પર અનલિમીટેડે કૉલિંગ પણકરી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)


    આટલું જ નહીં, આ પ્લાનમાં, કંપની ગ્રાહકોને પ્રીમિયમ એપ્લિકેશન્સનું સબ્સ્ક્રિપ્શન પણ આપશે. આ પ્લાન અંતર્ગત વોડાફોન પ્લેનો લાભ મફત આપવામાં આવી રહ્યો છે. હકીકતે વોડાફોન પ્લેની પ્રતિ મહિને વપરાશની કિંમત 499 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)


    આ સિવાય આ યોજનામાં Zee5 સબ્સ્ક્રિપ્શન પણ મફત આપવામાં આવી રહ્યું છે, જેની કિંમત 999 છે. આ સિવાય, વોડાફોનની 399 રૂપિયા અને 599 રૂપિયાના રિચાર્જ યોજનામાં પણ આવા જ ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યાં આ બંને યોજનાઓમાં અગાઉ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો હતો, હવે કંપની તેમાં ગ્રાહકોને દરરોજ 3 જીબી ડેટા આપી રહી છે. ફરક તેના દિવસોની વેલિડિટીમાં છે. (પ્રતિકાત્મક તસવીર)
    First published:

    આગામી સમાચાર