Home /News /samachar /

વિરાટ કોહલીએ ફટકારી સાતમી બેવડી, સચિન અને સેહવાગનો રેકોર્ડ તોડ્યો

વિરાટ કોહલીએ ફટકારી સાતમી બેવડી, સચિન અને સેહવાગનો રેકોર્ડ તોડ્યો

વિરાટ હવે ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બૅટ્સમેન બની ગયો

વિરાટ હવે ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બૅટ્સમેન બની ગયો

    વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગનો ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ફટકાવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ હવે ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બૅટ્સમેન બની ગયો છે. શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે પૂણેમાં રમાય રહેલી ટેસ્ટના બીજા દિવસે ભારતીય કૅપ્ટને ટેસ્ટ કારકિર્દીની સાતમી બેવડી સદી ફટકારી હતી.


    કોહલીએ પોતાની 81મી ટેસ્ટ મેચની 138મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચની 329 ઇનિંગ્સમાં અને સેહવાગે 104 ટેસ્ટ મેચની 180 ઇનિંગ્સમાં 6-6 બેવડી સદી ફટકારી છે.


    બ્રેડમેન સૌથી આગળ - ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બૅટ્સમેન ડોન બ્રેડમેનના નામે છે. બ્રેડમેને 52 ટેસ્ટ મેચમાં 12 બેવડી સદી ફટકારી છે. શ્રીલંકાના કુમાર સંગાકારાએ 11 અને બ્રાયન લારાએ 9 બેવડી સદી ફટકારી છે.


    કોહલી આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 7000 રન પણ પૂરા કર્યા છે. તેણે 138 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. તે સૌથી ઓછી મેચમાં આવી સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય બૅટ્સમેન છે. ભારત તરફથી સેહવાગે 134 અને સચિને 136 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.


    વિરાટ કોહલીએ કૅપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં નવમી વખત 150નો આંકડો પાર કર્યો છે. બ્રેડમેને 8 વખત કૅપ્ટન તરીકે 150+ આંડકો પાર કર્યો છે. બ્રાયન લારા, મહેલા જયવર્ધને, ગ્રીમ સ્મિથ અને માઇકલ ક્લાર્કે સાત વખત આ આંકડો પાર કર્યો છે.


    વિરાટ કોહલી સૌથી ઓછી ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકા સામે 1000 ટેસ્ટ રન પૂરા કરનાર ભારતીય બૅટ્સમેન બન્યો છે. કોહલીએ 19મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા સેહવાગે 20 ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકા સામે 1000 રન પૂરા કર્યા હતા.
    First published:

    આગામી સમાચાર