અમદાવાદ : હવે તમારે જ્યાં પણ જવું હોય તમે 60 દિવસ પહેલા બૂકિંગ કરી શકો છો અને બસનાં સમયનાં એક કલાક પહેલા ટિકિટ કેન્સલ (Ticket cancel) પણ કરાવી શકો છો. આ બધું જ તમે GSRTCની નવી ઓફિશિયલ મોબાઇલ એપ્લિકેશન (Mobile application) ડાઉનલોડ કરીને કરી શકો છો. તાજેતરમાં જ GSRTCની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં તમારા રૂટની બસ ક્યાં પહોંચી છે તે એપ્લિકેશનનાં માધ્યમથી ટ્રેક પણ કરી શકો છો.
GSRTCની મોબાઇલ એપ્લિકેશનને તમે એનરોઇડ ફોનનાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશનમાં અનેક સુવિધાઓ પણ આપવામાં આવી છે. GSRTCની ઓફિશિયલ મોબાઇલ એપ્લિકેશનમાં રેપિડ ગો એપ્લિકેશનની જેમ તમામ ફંકશન ઉમેરવામાં આવેલ છે. બસ લોકેશન, ટિકિટ કેન્સલ, રિફંડ, નજીકની બસનું લોકેશન, ટાઈમ ટેબલ, બસની તમામ સુવિધા એન્ડ્રોઇડ એપ્લીકેશનમાં ઉમેરવામાં આવી છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે.
એડવાન્સ બુકિંગ - આમાં વ્યક્તિ પોતાની ટિકિટ 60 દિવસ અગાઉ બૂક કરી શકશે. ઓનરૂટ બુકિંગ - આ ઓપ્શનમાં બસ ઉપડી ગઈ હશે તો પણ બૂક કરી શકાશે. જેમ કે રાજકોટથી અમદાવાદ જતી બસ રાજકોટથી ઉપડી ગઈ હોય તો પણ મોરબીનો મુસાફર બૂક કરી શકશે. ટિકિટ કેન્સલેશન - વ્યક્તિ પોતાની ટિકિટ બસ ઉપડ્યાના 1 કલાક પહેલા કેન્સલ કરી શકે છે જેમાં PNR નંબર, ઈ-મેઈલ, મોબાઈલ નંબર, અને TXN પાસવર્ડ દ્વારા ટિકિટ કેન્સલ થશે. વ્યૂ બુકિંગ - આ ઓપ્શનમાં વ્યક્તિ પોતાની બૂક કરેલી ટિકિટની માહિતી ઈ-મેઈલમાં પણ મેળવી શકે છે. ટ્રેક માય બસ - મુસાફર પોતાની બૂક કરેલી બસની ચોક્કસ માહિતી ટ્રેક બસમાંથી મેળવી શકે છે. જેમાં બસનું લાઈવ લોકેશન પણ જાણી શકાશે.
રીટ્રિવ ટ્રાન્સઝેક્શન પાસવર્ડ - પોતાની ટિકિટ કેન્સલ કરવા માંગતા હોય અને પાસવર્ડ ભૂલી ગયા હોય તો આ ઓપ્શનથી મેળવી શકે છે. વ્યૂ/SMS ટિકિટ - આ ઓપ્શનથી યાત્રિકે બૂક કરેલી ટિકિટનો મેસેજ કે Pdf ઈ-મેઈલ મારફત મેળવી શકે છે.
ટાઈમ ટેબલ - આ ઓપ્શનમાં બસનું સમયપત્રક જાણી શકશે. રી-શિડ્યુલ ટિકિટ - આ ઓપ્શનમાં ટિકિટની તારીખ, નામ, ઉમરમાં સુધારો OTPના આધારે કરી શકે છે. હાયર બસ - લગ્ન પ્રસંગ, પ્રવાસ, ધાર્મિક પ્રવાસ, શાળા-કોલેજનો પ્રવાસ માટે બસ ભાડે લઇ શકે છે.
આ વીડિયો પણ જુઓ :
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર