બેંગલુરુઃ કોરોના વાયરસ (Coronavirus)ના કહેરના કારણે લોકો લૉકડાઉન (Lockdown) દરમિયાન ખાવા-પીવાની દુકાનો પણ બંધ થઈ ગઈ હતી. તેને કારણે એ લોકોને ઘણી તકલીફ થઈ જેઓ ખાસ વ્યંજનનો સ્વાદ માણવા માટે ઉત્સુક રહે છે. ત્યારબાદ જેવું લૉકડાઉન હટ્યું અને આ દુકાનો ખુલી ગઈ તો લોકો કોરોનાને ભૂલીને પોતાના પસંદના વ્યંજનનો સ્વાદ માણવા માટે દુકાનો પર ઉમટી પડ્યા. આવું જે એક દૃશ્ય બેંગલુરુ (Bengaluru)ની એક જાણીતી બિરયાનીની દુકાન માં જોવા મળ્યું. ત્યાં લોકો બિરયાની (Biryani) ખાવા માટે આટલી મોટી સંખ્યામાં એકત્ર થયા કે રસ્તા પર લગભગ દોઢ કિલોમીટર લાંબી લાઇન લાગી (Long Queue for Biryani) ગઈ.
બેંગલુરુની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. કેટલાકે તો એવું પણ પૂછી લીધું છે કે શું બિરયાની ફ્રીમાં વહેંચાઈ રહી છે? આ નજારો હતો બેંગલુરુની હોસકોટેને મુખ્ય આનંદ દમ બિરયાની દુકાનનો. આ દુકાનની બિરયાની લોકોમાં એટલી પસંદ છે કે લોકો આ દુકાનમાં મોટી સંખ્યામાં પહોંચે છે. અહીંની બિરયાનીનો સ્વાદ માણવા માટે દૂર-દૂરથી લોકો આવે છે.
રવિવારે જ્યારે લોકોને આ દુકાન ખુલવાની જાણ થઈ તો બિરયાની ખાવા માટે દુકાન પર ભીડ એકત્ર થઈ ગઈ. જોતજોતામાં રસ્તા કિનારે લગભગ દોઢ કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ. કોરોના મહામારીની વચ્ચે રસ્તા પર આટલી ભીડ જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા પરંતુ સારી બાબત એ હતી કે બધાએ માસ્ક પહેરેલા હતા.
બિરયાની ખરીદવા માટે દુકાનની બહાર આટલી લાંબી લાઇન લાગ્યા બાદ તેની કમાણી આંકવામાં આવી તો જાણવા મળ્યું કે દુકાનને પહેલાની તુલનામાં 20 ટકા વધુ કમાણી થઈ છે. આ દુકાન બેંગલુરી સિટી સેન્ટરથી લગભગ 25 કિમી દૂર છે. તેમાં ભોજન ખરીદવા માટે હવે દોઢ કલાકનો સમય લાગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર