Home /News /samachar /News 18 ગુજરાતી Impact : ગોધરાકાંડના પીડિત પરિવારને 18 વર્ષે મળ્યું પૌત્રના મોતનું પ્રમાણપત્ર

News 18 ગુજરાતી Impact : ગોધરાકાંડના પીડિત પરિવારને 18 વર્ષે મળ્યું પૌત્રના મોતનું પ્રમાણપત્ર

ડેથ સર્ટિફિકેટ ન હોવાના કારણે 18 વર્ષથી વલખાં મારતા ચૌરસિયા પરિવારને અંતે ન્યાય મળ્યો

ડેથ સર્ટિફિકેટ ન હોવાના કારણે 18 વર્ષથી વલખાં મારતા ચૌરસિયા પરિવારને અંતે ન્યાય મળ્યો

    અમદાવાદ : ન્યુઝ 18 ગુજરાતીનાઅહેવાલની અસર થઈ છે. ફરી એકવાર ન્યાય માટે તરસતા પરિવારની વ્હારે આવીને ન્યુઝ 18 ગુજરાતીએ સામાજિક જવાબદારી (Social Responsibility) અદા કરી છે. 18 વર્ષ પહેલા ગોધરાકાંડ (Godhara riots)માં મૃત્યુ પામેલા 3 વર્ષના પૌત્રનું ડેથ સર્ટીફીકેટ ગોધરા નગરપાલિકાએ આપ્યું છે. ડેથ સર્ટીફીકેટ (Death certificate) નહિ હોવાના કારણે છેલ્લા 18 વર્ષથી વળતર માટે ધક્કા ખાતો હતો પરિવાર અને આખરે પરિવારને પૌત્રનું ડેથ સર્ટીફીકેટ મળતા ન્યુઝ 18 ગુજરાતીનો આભાર વ્યક્ત કર્યો છે.

    ગોધરાકાંડના આ પીડીત પરીવારમાં ખુશીની સાથે તેમની આંખમાં આશાની કિરણ જાગી છે કે હવે તેમને વળતર મળી જશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતરની છેલ્લા 18 વર્ષથી કાગડોળે રાહ જોઈ રહેલા આ પરિવારને આખરે ગોધરા નગર પાલિકાએ તેમના ત્રણ વર્ષના મૃત પૌત્ર રિષભ ચોરસીયાનું ડેથ સર્ટિફીકેટ કાઢી આપ્યું છે. જે માટે છેલ્લા કેટલાક વર્ષથી તેઓ ધક્કા ખાતા હતા.ન્યુઝ 18 ગુજરાતી પણ આ  પીડીત પરીવારના વ્હારે આવ્યું. અને ગત 27 ફેબ્રુઆરીએ ગોધરાના આ પિડીત પરિવારનો અને 18 વર્ષથી ન્યાયની ઝંખનાનો અહેવાલ પ્રસારિત થતાં આખરે આ પરિવારને પૌત્રનું ડેથ સર્ટિફિકેટ મળી ગયુ છેઅને હવે જે વળતર માટે નોટિસ આવી છે તે વળતર પણ મળવાની આશા જીવંત બની છે.

    આ પણ વાંચો : Gujarat Rajyasabha Election : મંત્રીએ વિધાનસભામાં સામૂહિક જમણવાર યોજતા BJP ચિંતામાં,'વોચ' રાખવા અપાયો આદેશ

    હાલ આ પરિવાર ન્યુઝ 18 ગુજરાતીનો આભાર વ્યક્ત કરી રહ્યું છે. મૃતક બાળકના મામા અરવિંદ ચોરસિયા જણાવ્યું કે 18 વર્ષ થયા ગોધરા કાંડને પણ અને ના તો સરકાર દ્વારા કે ગોધરાપ્રસાશન દ્વારા  કોઈ તરફથી સૂચના  અપાવામાં આવી ન હતી. અમે ધક્કા ખાતા રહ્યાં આખરે ન્યુઝ 18 ગુજરાતીએ અહેવાલ બતાવતા અને ખબર પડી કે અમને ગોધરા નગરપાલિકાથી ડેથ સર્ટીફીકેટ ઈસ્યુ કરી આપ્યું છે. ન્યુઝ 18ના અહેવાલ બતાવ્યા પછી આ લોકો જાગ્યા છે અને અમારુકામ કર્યુ છે.

    ગોધરાકાંડના પીડિત ચૌરસિયા પરિવારને 18 વર્ષે ગોધરા નગરપાલિકામાંથી મરણનું પ્રમાણપત્ર મળ્યું હતું.


    27 ફેબ્રુઆરી વર્ષ 2002 સર્જાએલા ગોધરાકાંડમાં આ પરિવારના ત્રણ વર્ષના પૌત્ર રિષભનું મોત થયું હતું. ઘટના બાદ સરકારે મૃતકના પરિવારને 5-5 લાખની સહાય અને ઘાયલોને 50-50 હજારની સહાયની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ 18 વર્ષે પણ પરિવારને વળતર મળ્યું નથી. જો કે હાલમાં જ પરિવારને વળતર માટે નોટિસ મળી જેમાં પરિવાર પાસે બાળકનું ડેથ સર્ટિફીકેટ માંગવામાં આવ્યું  હતું.

    આ પણ વાંચો : ગાંધીનગર : LRD મેરિટ મુદ્દે અઢી મહિનાથી ચાલી રહેલું માલધારીઓનું આંદોલન સમેટાયું

    જો કે 3 વર્ષનો બાળક ડબ્બામાં જીવતો સળગી ગયો હતો. જેની લાશ પણ હાથ નથી લાગી તો તેનું ડેથ સર્ટીફિકેટ પરિવાર ક્યાંથી લાવે પરિવાર પાસે બાળકના સેમ્પલનો માતાપિતા સાથે મેચ થયેલો ડીએનએ રિપોર્ટ અને વડોદરાના રેલવે વિભાગ દ્વારા બાળકના મરણ અંગેનું લખી આપેલું પ્રમાણપત્ર હતા. છતાં માંગવામાં આવતું હતું ડેથ સર્ટિફીકેટ. અને આખરે તે મળી જતાં પરિવાર ખુશ છે.

    આ પણ વાંચો : Rajkot gang rape : પરિણીતાને કેટરિંગનું કામ આપવા બોલાવી સામૂહિક દુષ્કર્મ આચરનાર નરાધમો ઝડપાયા

    બાળકના નાના લલનપ્રસાદ ચોરસિયા, બાળકના નાના ( રેલવે ગોધરાકાંડ 2002 મારો પૌત્ર રિષભ ખોવાઈ ગયો હતો. તે હવે મળી ગયો છે. ગુજરાત સરકાર એ પાંચ લાખ સહાયતા આપવાની વાત થઈ હતી અમને ઉમીદ છે કે તે જલદીથી મળી જશે.મહત્વનું છે કે 3 વર્ષે મૃત્યુ પામેલો પૌત્ર જો જીવિત હોત તો તે હાલ 22 વર્ષનો હોત અને પરિવારનો સહારો બન્યો હોત.. પરંતુ આ ગોજારી ઘટનાએ પરિવારનો વ્હાલ સોયો પૌત્ર તો છીનવી લીધો છે પરંતુ હવે પરિવારને આશ છે સરકારે જાહેર કરેલા વળતરની.. જો કે જે ડેથ સર્ટિફીકેટ માટે વળતર મળવાનું અટક્યુ હતુ તે હવે મળી જતા પરિવાર ને વળતર મળવામાં મળવામાં આશાનું કિરણ દેખાયું છે.
    First published: