ન્યૂઝ18 ગુજરાતી : સુરતમાં (Surat) ચાર વર્ષ પહેલા એક ચોંકાવનારી અને સાંભળીને હૃદય ધબકારા ચૂકી જાય તેવી ઘટના પ્રકાશમાં આવી હતી. ડુમસની (Dumas) એક હોટલમા પ્રેમીએ પ્રેમિકા પર બળાત્કાર ગુજારીને, ગળું દબાવીને પેટ્રોલ છાંટીને હત્યા (Murder) કરી નાંખી હતી. જેની સુનાવણીમાં ન્યાયાધિશની કોર્ટે આરોપી પ્રેમી શિક્ષકને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યારા પ્રેમીએ પેટ્રોલ છાંટીને પ્રેમિકાની હત્યા કરે છે તેનો આખો વીડિયો બનાવ્યો હતો જે પુરાવામાં માન્ય રખાયો હતો.
ગરુડ પુરાણ વાંચીને કરી હત્યા
હત્યારાનું કહેવું છે કે તે હત્યા કરતાં પહેલા ગરુડ પુરાણ વાંચીને ગયો હતો. તેના કહેવા પ્રમાણે ગરૂડ પુરાણમાં લખ્યું છે કે, જો પ્રેમિકા દગો કરે તો તેને કુવામાં ઊંધી લટકાવીને મોતની સજા કરવામાં આવે છે. વલસાડની ભાવના મૌર્યા, શીવકિરણ ઉર્ફે ચીકુ કિશોર શાશનને ત્યાં ટયુશન જતી હતી. હત્યારાએ ધમકાવી અને બળજબરી પૂવર્ક યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે મજબૂર કરી હતી. યુવતીનાં પિતાને આ અંગેની જાણ થતા વર્ષ 2009માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ યુવતીએ હત્યારા સાથે સંબંધ તોડી નાંખ્યા હતા. જે બાદ ફરીથી ધમકાવી અને બળજબરીપૂર્વક તે યુવતીને સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.
19 ઓગસ્ટ 2015નાં રોજ હત્યારો શીવકિરણ ઘરેથી ચપ્પુ અને માચીસ લઇને નીકળ્યો હતો. રસ્તામાંથી વલસાડનાં પેટ્રોલપંપમાંથી 100 રૂપિયાનું પેટ્રોલ પણ લીધું હતું. વલસાડનાં રેલવે સ્ટેશનથી પ્રેમિકાને લઇને તે ડુમસની રવિરાજ હોટલમાં આવ્યો ગયો હતો. જ્યાં તેણે યુવતી સાથે સંબંધ બાંધીને બાથરૂમમાં લઇ જઇ તેની પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી હતી. જે બાદ ધુમાળો બહાર આવતા હોટલનાં સ્ટાફે હત્યારાને પકડીને એક રૂમમાં બંધ કરી દીધો હતો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
આ બધી વાતથી જાણે હત્યારાને કોઇ ફેર ન પડતો હોય તેમ તેને ઝડપ્યો ત્યારથી હસ્યા જ કરતો હતો. કોર્ટે જ્યારે તેને આજીવન કેદની સજા સંભળાવી ત્યારે પણ તે હસ્યા જ કરતો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર