Home /News /samachar /

વડોદરા : વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી ગઠિયો બંગડીઓ લઈ ભાગી ગયો, લાલબત્તી સમાન કિસ્સો

વડોદરા : વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી ગઠિયો બંગડીઓ લઈ ભાગી ગયો, લાલબત્તી સમાન કિસ્સો

વડોદરાના શિયાપુરા વિસ્તારની ઘટના, વૃદ્ધાઓ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચી

વડોદરાના શિયાપુરા વિસ્તારની ઘટના, વૃદ્ધાઓ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચી

    વડોદરા : વડોદરામાં આગ ઝરતી તેજીના કારણે જ સોનાની લૂંટફાટ અને ચોરીના બનાવો વધી રહ્યા છે. સોનાના ભાવ 50 હજારને પાર હોવાના કારણે ચળકતી ધાતુ પર અનેક લોકોનું મન મોહી ગયું છે. તેવામાં સોનાની લૂંટ કહો કે ચોરી એવી એક અજીબોગરીબ છેતરપિંડીની ઘટના વડોરા શહેરમાં ઘટી છે જે લાલબત્તી સમાન છે. અહીંયા એક ગઠિયો વૃદ્ધાઓને હિપ્નોટાઇઝ કરી અને બંગડીની ઉઠાંતરી કરીને રફૂચક્કર થઈ ગયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. મહારાજને દાન આપી દેજો એવું કહીને ઘરમાં ઘૂસનારા ગઠિયાઓની કરતૂતથી વડદોરા સાથે રાજ્યની તમામ મહિલાઓએ ચેતવું જરૂરી છે.

    આ ચકચારી કિસ્સાની વિગતો એવી છે કે શહેરના શિયાપુરા વિસ્તારની મહિલાઓ રાવપુરા પોલીસ મથકે બંગડી ઉઠાંતરીને ફરિયાદ કરવા પહોંચી છે. જોકે, પ્રાપ્ત વિગત મુજબ વૃદ્ધાના ઘરે ગઠિયો આવ્યો અને 1,000 રૂપિયા આપ્યા હતા અને કહ્યું કે આ રૂપિયાને સોનાનો સ્પર્શ કરાવવો છે. જેના કારણે મહિલાએ પોતાની બંગડી કાઢીને આપી હતી. દરમિયાન ગઠિયાએ એવું કહ્યું કે આ ચઢાવો મંદિરમાં મહારાજને આપી દેજો, એમ કહીને ગઠિયાએ મહિલાઓને હિપ્નોટાઇઝ કરી લીધી હતી.

    દરમિયાન મહિલાઓ કઈ સમજે તે પહેલાં જ ગઠિયો બંગડી રઈને રફૂચક્કર થઈ ગયો હોવાના અહેવાલ છે. આ ઘટનાના પગલે સમગ્ર શહેરમાં મેસેજ વાયુ વેગે પ્રસરી રહ્યો છે. વોટ્સએપ પર પણ મહિલાઓને હિપ્નોટાઇઝ કરીને બંગડી ઉઠાંતરીનો કિસ્સો ધુમ ફરી રહ્યો છે. દરમિયાન મહિલાને 3 બંગડી ઉઠાંતરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા પછી વધુ હકિકત સામે આવી શકે છે પરંતુ વૃદ્ધાની કેફિયત ચેતવણી રૂપ છે.

    આ પણ વાંચો : કોડીનાર : CRPFના ગુમ જવાનનું શંકાસ્પદ મોત, મધ્ય પ્રદેશમાં રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળ્યો

    સોના ચાંદીના બજારની શું છે સ્થિતિ?

    અમદાવાદ ચાંદીનો ભાવ (Silver Price, 14 November 2020) - અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 14th November 2020) આજે શનીવારે એક કિલો ચાંદી ચોરસાનો ભાવ 64,000 અને ચાંદી રૂપું 63,800 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ગઈકાલે શુક્રવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 63,500 જ હતો, જ્યારે ચાંદી રૂપુનો ભાવ 63,300 હતો.

    આ પણ વાંચો :  અમદાવાદ : સિવિલમાં નૂતન વર્ષની રાત પણ ભારે રહી, Coronaનો નવો વોર્ડ ખોલવો પડ્યો

    અમદાવાદ સોનાનો ભાવ (Gold Price, 14 November 2020) - આ ઉપરાંત આજે શનીવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,600 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. આજે ગોલ્ડના ભાવ અમદાવાદમાં સ્થિર જોવા મળ્યા છે. ગઈ કાલે શુક્રવારે પણ 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. એટલે કે, આજના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
    First published:

    આગામી સમાચાર