Home /News /samachar /

મહેસાણા : 14 દિવસના સુવાસ-સ્વરાએ કોરોનાને હંફાવ્યો, હૉસ્પિટલમાંથી રજા મળી

મહેસાણા : 14 દિવસના સુવાસ-સ્વરાએ કોરોનાને હંફાવ્યો, હૉસ્પિટલમાંથી રજા મળી

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુર ગામની 30 વર્ષીય કોવિડ મહિલાએ 16 મે 2020ના રોજ વડનગર મેડિકલ હૉસ્પિટલમાં જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુર ગામની 30 વર્ષીય કોવિડ મહિલાએ 16 મે 2020ના રોજ વડનગર મેડિકલ હૉસ્પિટલમાં જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો.

    કેતન પટેલ, મહેસાણા : "હમ નન્હે હે તો ક્યા હુઆ હિંમતવાલે હૈ ... હમ કોવિડ તુજે હરાનેવાલે હૈ." મહેસાણા જિલ્લા (Mahesana District)ના વડનગર તાલુકના મોલીપુર ગામ (Molipur Village)ના કદાચ દેશના સૌથી નાની વયના સિઝેરિયન સેક્શનથી તાજા જન્મેલા નવજાત શિશુ સુવાસ-સ્વરા (Twin Suwas and Swara)એ કોરોનાને પરાસ્ત કર્યો છે. 14 દિવસના સુવાસ-સ્વરાની હિંમત અને ડૉક્ટર્સ (Doctors)ના આત્મવિશ્વાસ થકી આજે વિનાશકારી કોવિડે પીછેહઠ કરવી પડી છે.


    મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુર ગામની 30 વર્ષીય કોવિડ મહિલાએ 16 મે 2020ના રોજ વડનગર મેડિકલ હૉસ્પિટલમાં જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. વડનગર મેડિકલ ટીમ દ્વારા જોડીયા બાળકોને અતિ મુશ્કેલ સ્થિતિમાં સફળ ઓપરેશન કરી પ્રથમ સોપાના પુરૂ કર્યું હતું. મેડિકલ ટીમે કદાચ દેશમાં સૌ પ્રથમ કોવિડ પોઝિટિવ મહિલા, જોડીયા બાળકો અને બ્રિચ સ્થિતિ (બાળક આડુ થઇ ગયેલ હોય તેવી સ્થિતિ)માં પણ સફળ ઓપરેશન કર્યું હતું.


    વડનગર મેડિકલ ટીમ દ્વારા બંને બાળકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી પુરૂષ બાળક (સુવાસ)ને 18 મેના રોજ કોવિડ પોઝિટિવ આવતાં કદાચ દેશનો સૌથી નાની વયનો કોવિડ પોઝિટિવ દર્દી બન્યો હતો. વડનગર મેડિકલ ટીમ દ્વારા ફરીથી સ્ત્રી બાળક સ્વરાનો કોવિડ રિપોર્ટ કરવામાં આવતા તે 22 મેના રોજ કોવિડ પોઝિટિવ જાહેર થઈ હતી.


    વડનગર મેડિકલ ટીમ માટે માતા અને તેના બાળકો સુવાસ અને સ્વરાને કોરાના મુક્ત કરવા એ મોટી ચિંતા હતી. વડનગર મેડિકલ ટીમે આ ચેલેન્જને સ્વીકારી અને માતાની સઘન સારવાર કરી કોવિડ મુક્ત થયા અને ત્યાર બાદ સુવાસ અને સ્વરાને કોવિડ મુક્ત કરવા માટે ટીમ કટિબધ્ધ બની હતી.


    સૌથી નાની વયના સુવાસ અને સ્વરાને કોવિડ મુક્ત કરવા માટે મેડિકલ ટીમે ચેલેન્જ સ્વીકારી અને સઘન સારવારની શરૂઆત કરી. સુવાસ અને સ્વરાને એન.આઇ.સી.યુમાં દાખલ કરી વિટામિન સહિત ટ્રીટમેન્ટનું ખાસ ધ્યાન રખાયું છે. જંતુરહિત બાઉલમાં પીપીઇ કીટ સાથે સુવાસ અને સ્વરાને પોષણ મળી રહે તે માટે તેની માતાનું દૂધ બાળકોને આપવામાં આવતું હતું. વડગરની મેડિકલ ટીમની સતત 14 દિવસની કાળજી બાદ સુવાસ અને સ્વરા કોવિડ મુક્ત થયા છે.


    વડનગરની મેડિકલ ટીમમાં ડૉ.પાલેકરની આગેવાની હેઠળ ડીન ડૉ. સુનિલ ઓઝા, કોવિડ નોડલ અધિકારી (આર.એમ.ઓ) એસ.એસ.પટેલ, ડૉ.સુભાષ ગજજર અને પીડીયાટ્રીક ડૉ.પ્રજ્ઞાબેન, ડૉ. નિખીલ બ્રહ્મભટ્ટની ગાયનેક ટીમ, એનેસ્થેસિયાની ડૉ. પારૂલ ઓઝાની ટીમ સહિત સ્ટાફની મહેનત તેમજ સુવાસ અને સ્વરાની આત્મવિશ્વાસથી કોવિડને પરાસ્ત કરી શકાયો છે.
    First published:

    આગામી સમાચાર