Home /News /samachar /

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત કરશે!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત કરશે!

અમેરિકાના રાષ્ટ્રપતિ ફેબ્રુઆરી માસમાં ભારતના પ્રવાસે આવી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ફેબ્રુઆરી માસમાં ભારતના પ્રવાસે આવી રહ્યા છે

  અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષે 2014થી દેશનું શુકાન સંભાળ્યા બાદ તેમનું ગૃહ રાજ્ય ગુજરાત વૈશ્વિક રાજનેતાઓ માં કેન્દ્ર સ્થાને રહ્યું છે. વિશ્વની મહાસત્તાના જે કોઈ પણ રાષ્ટીય પ્રમુખો જ્યારે ભારત પ્રવાસે આવે છે ત્યારે ચોકસ ગુજરાત અને અમદાવાદની મુલાકાત કરે છે. ત્યારે હવે જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે.

  અમેરિકાના રાષ્ટ્રપતિ ફેબ્રુઆરી માસમાં ભારતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તે ગુજરાતની પણ મુલાકાત લઈ શકે છે.કારણ કે આ પહેલા ચીની રાષ્ટ્રપતિ શી જનપિંગ, જાપાનના પ્રધાનમંત્રી શિન્જોઆબે, ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડો ગુજરાતી મુલાકાત કરી ચૂક્યા છે. ત્યારે હવે વિશ્વની મહાસત્તા એવી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગુજરાત મુલાકાતે આવે તેવી પુરી શકયતા છે.

  આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે : વિજય રુપાણી

  ડોનાલ ટ્રમ્પ ગુજરાત મુલાકાત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત કરે તેવી પુરી શક્યતાઓ છે. વિશ્વની સૌથી મોટી મહાસત્તાના પ્રમુખ ગાંધી આશ્રમ ખાતે આવશે તો તેનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે આશ્રમ તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવેલી છે. ગાંધી આશ્રમના સેક્રેટરી અમૃત મોદીએ જણાવ્યું હતું કે અમે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રેમ્પનું ઉમળકાભેર ગાંધી આશ્રમમાં સ્વાગત કરીશું. અગાઉ અન્ય રાષ્ટ્રીય પ્રમુખો પણ ગાંધી આશ્રમ આવ્યા ત્યારે જે રીતે સ્વાગત કરાયું હતું તેવી જ રીતે ટ્રમ્પનું પણ સ્વાગત કરવામાં આવશે.
  First published:

  આગામી સમાચાર