Home /News /samachar /

ટ્રમ્પનો ગુજરાત પ્રવાસ 100 કરોડમાં પડશે? કાયાપલટની થઇ રહી છે જોરદાર તૈયારીઓ

ટ્રમ્પનો ગુજરાત પ્રવાસ 100 કરોડમાં પડશે? કાયાપલટની થઇ રહી છે જોરદાર તૈયારીઓ

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવશે ત્યારે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયનો પ્રોટોકોલ ફોલો કરવામાં આવશે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવશે ત્યારે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયનો પ્રોટોકોલ ફોલો કરવામાં આવશે.

  ગાંધીનગર : અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump) અમદાવાદ (Ahmedabad) આવી રહ્યાં છે ત્યારે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જવાનાં રસ્તાની કાયાપલટ થઇ રહી છે. ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોનાં જણાવ્યા અનુસાર ટ્રમ્પ અને મોદીની મુલાકાતની આઇકોનિક ઇવેન્ટ બનાવવાનાં અનેક પ્રયાસો થઇ રહ્યાં છે. આ મુલાકાતનાં સંદર્ભે અમેરિકાની ટોચની એજન્સી યુએસ સિક્રેટ સર્વિસની ચુનંદી ટીમ ગુરુવારે અમદાવાદમાં ધામા નાખશે, આ ટીમ ક્યાં સુધી રોકાશે તેની જાણકારી નથી, પરંતુ આ ટીમ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગાંધી આશ્રમ તથા મોટેરા સ્ટેડિયમની સુરક્ષા સંદર્ભે ઝીણવટભરી સમીક્ષા કરશે. આ ટીમ સાથે દેશની ટોચની સુરક્ષા એજન્સી એનઆઈએની ટીમ પણ જોડાશે. સંભવતઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ પણ આ મિશનમાં સામેલ થઇ શકે છે.


  અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવશે ત્યારે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયનો પ્રોટોકોલ ફોલો કરવામાં આવશે. મહત્વનું છે કે, પીએમ મોદી 17મી ફેબ્રુઆરીએ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેઓ ટ્રમ્પની મુલાકાતની તૈયારીની સમીક્ષા કરશે. ટ્ર્મ્પનાં ગુજરાત પ્રવાસમાં સ્ટેટ નહિ વિદેશ મંત્રાલયનો પ્રોટોકોલ ફોલો થશે.


  સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રસ્તા નવા બનાવી રહ્યું છે, મંગળવારથી વિઝિટનાં રૂટ ઉપરની ફૂટપાથ નવી બનાવી રહ્યું છે તથા એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના ઊભા રસ્તે ડફનાળા સુધી અથવા છેક આશ્રમ સુધી રસ્તાની બંને તરફ થોડા થોડા અંતરે સ્ટેજ ઊભા કરી કળાવૃંદો મારફત નર્તન કરાવવાની જવાબદારી સંભાળવાનું છે. જે માટે આશરે 35-40 કરોડ રુપિયાનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. આમ તો આ ગ્રાન્ટ રાજ્ય સરકાર જ મ્યુનિ. કોર્પો.ને ચૂકવવાની છે. રાજ્ય સરકાર પોતે આ તમામ ઇવેન્ટમાં 20થી 25 રૂપિયા કરોડ ખર્ચશે તેવું પણ માનવમાં આવી રહ્યું છે. આટલો જ ખર્ચો કેન્દ્ર સરકારનાં વિદેશ મંત્રાલય દ્વારા થશે. મળતી માહિતી પ્રમાણે, મોટેરા સ્ટેડિયમમાં થનારી ઇવેન્ટનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન ઉઠાવશે.


  ટ્રમ્પના ટ્વિટ બાદ મંગળવારે સાંજે કેન્દ્રીય વિદેશમંત્રાલયે સત્તાવાર રીતે એવું જાહેર કર્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા અમદાવાદ અને નવી દિલ્હી ખાતે 24-25 ફેબ્રુઆરી દરમિયાન આવવાના છે. તે સંદર્ભે વ્હાઇટ હાઉસ દ્વારા જણાવાયું છે કે, અમદાવાદ વિઝિટ માટે પસંદ કરાયું છે કારણ કે અમદાવાદએ વડા પ્રધાન મોદીનાં માદરે વતન ગુજરાતમાં આવેલું છે અને આ શહેરે મહાત્મા ગાંધીના જીવનમાં અગત્યનો ભાગ ભજવ્યો છે.


  યુએસ પ્રેસ સેક્રેટરીનાં જણાવ્યા પ્રમાણે, પ્રેસિડેન્ટ તથા ફર્સ્ટ લેડી અમદાવાદમાં પ્રવાસ એટલા માટે કરી રહ્યા છે કે, આ શહેર વડા પ્રધાન મોદીના વતન ગુજરાતમાં આવેલું છે. જેણે મહાત્મા ગાંધીનાં જીવનમાં તથા ભારતની આઝાદીની ચળવળમાં મોટો ભાગ ભજવ્યો છે.


  અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલો મીટરનો રોડ શો યોજાશે. એરપોર્ટથી બાય રોડ તેઓ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જશે.


  જે રૂટથી આશ્રમ પહોંચશે તે જ રૂટ પર પાછા એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ થઈ કોટેશ્વર મહાદેવ થઈને મોટેરા સ્ટેડિયમ પહોંચશે. આ રોડ 2.13 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.


  આ રસ્તા પર 24 કલાક સતત પેટ્રોલિંગ, સામાન્ય ચેકિંગ યથાવત્ રહેશે


  બજેટ ૨૪મી ફેબ્રુઆરીએ રજૂ થવાનું હતું. પણ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને પગલે હવે 26મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરાશે.
  First published:

  આગામી સમાચાર