વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની વિરુદ્ધ મહાભિયોગ (Impeachment) પ્રસ્તાવ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ (House of Representative)માં પાસ થઈ ગયો. આ પહેલા અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં બુધવારે લગભગ 10 કલાક સુધી ચર્ચા થઈ. આ દરમિયાન ડેમોક્રેટિક પ્રતિનિધિ સુસાન ડેવિસે ગૃહમાં જોરદાર ભાષણ આપતા કહ્યુ કે અમે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ નથી લગાવી રહ્યા. તેઓ જાતે આવું કરી રહ્યા છે. તમે રાષ્ટ્રપતિ છો અને તમે ન્યાયમાં અડચણ ઊભી કરો છો. તમે એક વિદેશી નેતાને લાંચ આપવાનો પ્રયાસ કરો છો. તમે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. તમારો મહાભિયોગ થશે. વાર્તાનો અંત...
નીચલા ગૃહથી પ્રસ્તાવ પાસ થયા બાદ હવે ઉચ્ચ ગૃહ સેનેટમાં કેસ ચાલશે. ટ્રમ્પને આવતા મહિને સેનેટમાં કેસનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અહીં તેમની પાર્ટીને બહુમત છે. એવામાં નથી લાગતું કે તેમને પદથી હટાવી શકાશે. આ પહેલા હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પૉલોસીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ તરીકે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ પહેલા મંગળવારની સાંજે જ ડોનાલ્ડ ટ્રમ્પે નેન્સી પૉલોસીને પત્ર લખીને તેમને પર પ્રહારો કર્યા હતા.
The House of Representatives has passed two articles of impeachment against US President President Donald Trump. pic.twitter.com/4CKUtaFRSG
હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સીએ કહ્યું કે બંધારણ દ્વારા જે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવને મહાભિયોગની તાકાત આપવામાં આવી છે તેને લઈને બુધવારે તમામ સભ્ય મતદાન કરશે. તેઓએ તમામ ડેમોક્રેટ્સ સભ્યોને સંબોધિત કરતાં લખ્યું કે અમે કૉંગ્રેસના સભ્ય તરીકે એ વાતના શપથ લીધા હતા કે અમે બંધારણની રક્ષા કરીશું, જેને હવે સમય આવી ગયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો જવાબ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેન્સી પૉલોસીને પત્ર લખ્યો હતો, જેમાં તમામ ડેમોક્રેટ્સ સભ્યોને સંબોધિત કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પત્રમાં કહ્યુ કે મારા વિરુદ્ધ જે મહાભિયોગ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે અમેરિકાના ઈતિહાસમાં લોકતંત્ર પર સૌથી મોટો હુમલો છે. જે બિડેનના સહયોગીઓ દ્વારા મને મારા પદથી હટાવવાનો પ્રયાસ છે.
હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવનો આંકડો
નોંધનીય છે કે, અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનની પાસે બહુમત નથી, આ જ કારણ છે કે જો આ પ્રસ્તાવ પાસ થાય છે તો ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખતરો હોઈ શકે છે. હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં કુલ 435 સભ્ય છે, જેમાં 233 ડેમોક્રેટિક્સના, જેમાં સ્પીકર નેન્સી પૉલીસી પણ સામેલ છે. બીજી તરફ, રિપબ્લિકન પાર્ટીની પાસે 197 સભ્ય છે. એક સભ્ય અપક્ષ છે, જ્યારે ચાર સીટો ખાલી છે.
ટ્રમ્પ સામે શું છે આરોપ?
ડોનાલ્ડ ટ્રમ્પ પર વર્ષ 2020ની અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંભવિત હરીફ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જે બાઇડેન સહિત અન્ય હરીફોની છબિ ખરાબ કરવા માટે યૂક્રેન પાસે ગેરકાયદેસર રીતે મદદ માંગવાનો આરોપ છે. આ ઉપરાંત ટ્રમ્પ પર સંસદના કામમાં અડચણ ઊભી કરવાનો આરોપ છે.