Home /News /samachar /

અમેરિકા કોરોના મહામારીથી પરેશાન, ડોનાલ્ડ ટ્રમ્પે WHOની મદદ રોકવાની જાહેરાત કરી

અમેરિકા કોરોના મહામારીથી પરેશાન, ડોનાલ્ડ ટ્રમ્પે WHOની મદદ રોકવાની જાહેરાત કરી

અમેરિકાએ WHO પર કોરોના અંગે માહિતી છૂપાવવાના આક્ષેપ સાથે ફન્ડિંગ રોકી દીધું, ગત વર્ષે 400 મિલિયન યુએસ ડૉલરની મદદ કરી હતી.

અમેરિકાએ WHO પર કોરોના અંગે માહિતી છૂપાવવાના આક્ષેપ સાથે ફન્ડિંગ રોકી દીધું, ગત વર્ષે 400 મિલિયન યુએસ ડૉલરની મદદ કરી હતી.

    ન્યૂયોર્ક : અમેરિકા (America) કોરોના વાયરસ (Coronavirus)થી પરેશાન છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે WHO (World Health Organization)નું ફન્ડિંગ રોકવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે WHO પર કોરોના બીમારીને છૂપાવી રાખવાનો આરોપ લગાવ્યો છે. ચીન (China)થી શરૂ થયેલા કોરોના વાયરસે આખા અમેરિકામાં હાહાકાર મચાવ્યો છે. આ બીમારીને કારણે અમેરિકામાં 25,000થી વધારે મોત થયા છે. જ્યારે બીજી તરફ કોરોના બીમારીને ફેલાતી રોકવા માટે વિશ્વ આરોગ્ય સંગઠનની ભૂમિકાને લઈને અમેરિકા ગુસ્સામાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Doland Trump) WHO પર ચીનની તરફેણ કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. સાથે જ તેમણે ફન્ડિંગ રોકવાની પણ ધમકી આપી હતી.

    હવે અમેરિકાએ સાચે જ ફન્ડિંગ રોકવાની જાહેરાત કરી દીધી છે. મંગળવારે આ અંગે કરવામાં આવેલી જાહેરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવો આક્ષેપ લગાવ્યો કે WHO તરફથી કોરોના અંગે ત્યાં સુધી માહિતી છૂપાવવામાં આવી જ્યાં સુધી તે આખી દુનિયામાં ફેલાઈ ન ગયો. પત્રકારો સાથે વાતચીત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોના અંગેની માહિતી છૂપાવવા અને અયોગ્ય વ્યવસ્થા મામલે WHOની ભૂમિકા અંગે અમેરિકા સમીક્ષા કરી રહ્યું છે.

    આ પણ વાંચો :  સરકારનો મોટો નિર્ણય, અમદાવાદના કોટ વિસ્તારમાં 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ

    ટ્રમ્પે કહ્યું કે કોરોના અંગે સંગઠન તરફથી પારદર્શકતા રાખવામાં આવ ન હતી. અમેરિકાએ ગત વર્ષે WHOને 400 મિલિયન અમેરિકન ડૉલર આપ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે જે રકમ સંયુક્ત રાષ્ટ્ર સંઘની આ સંસ્થાને આપવામાં આવતા હતા તેનું હવે શું કરવું તે અંગે વિચારણા કરવામાં આવશે. સાથે જ તેમણે કોરોના વાયરસ અંગે ખૂબ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

    નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા પર ચીન કેન્દ્રીત હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ એમ પણ કહ્યું હતું કે WHOને અમેરિકા તરફથી મળતું ફંડ રોકી દેવા અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
    First published:

    આગામી સમાચાર