Home /News /samachar /

સુરત : USથી લગ્નમાં આવેલી ગૂમ કિશોરી ફેસબૂક ફ્રેન્ડ સાથે મુંબઈથી મળી આવી

સુરત : USથી લગ્નમાં આવેલી ગૂમ કિશોરી ફેસબૂક ફ્રેન્ડ સાથે મુંબઈથી મળી આવી

છેલ્લા બે વર્ષ થી ફેસબુકથી મુંબઈના નાલાસોપારામાં રહેતા  આશિષ ઉર્ફે એરોન વિજય ચુંજ સાથે  વેલેન્ટાઈન હોવાથી ફરવા જતા પોલીસે બનેવ મ

છેલ્લા બે વર્ષ થી ફેસબુકથી મુંબઈના નાલાસોપારામાં રહેતા  આશિષ ઉર્ફે એરોન વિજય ચુંજ સાથે  વેલેન્ટાઈન હોવાથી ફરવા જતા પોલીસે બનેવ મ

  સુરત : અમેરિકાથી આવેલી એનઆરઆઇ તરુણી પિતરાઈ ભાઈનાં લગ્ન પહેલાના દાંડીયા-રાસનાં ર્યક્રમમાંથી પરિવાર સાથે પરત આવ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ  ગઇ હતી. આ યુવાન કિશોરીને મુંબઇ ભગાડી ગયાની શંકા સાથે પોલીસની એક ટીમ ત્યાં પણ રવાના કરાઇ હતી. જે બાદ તપાસ કરાતા પોલીસે તેના ફેસબૂક મિત્ર સાથે મુંબઈ ખાતેથી ઝડપી પાડી છે.

  સુરતનાં વરાછા ખાતે રહેતા અને હાલમાં અમેરિકાનાં ન્યૂજર્સી ખાતે પરિવાર સાથે સ્થાઈ થયેલ પરિવાર સુરતમાં રહેતા પિતરાઈ ભાઇનાં પુત્રનાં લગ્ન હોવાને કારણે થોડા દિવસ પહેલા અમેરિકાથી સુરત ખાતે આવ્યાં હતા. જોકે, આ પરિવારમાં 16 વર્ષીય પુત્રી પણ લગ્ન પ્રસંગમાં હજારી આપવા આવી હતી. ત્યારે પિતરાઈ ભાઈનાં લગ્ન પહેલા  પરિવાર સાથે સરથાણા જકાતનાકા વિસ્તારમાં પિતરાઇને ત્યાં દાંડીયા-રાસનો કાર્યક્રમ હોવાથી ગયા હતા. જયાંથી રાત્રે દોઢ વાગ્યે પરત આવ્યા બાદ તમામ સૂઇ ગયા હતા અને બીજા દિવસે સવારે લગ્નમાં જવાનું હોવાથી વ્હેલા ઉઠી ગયા હતા. તેમની 16 વર્ષની પુત્રી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ ગઇ હતી. જેથી તરત જ પરિવારે  પુત્રી મોબાઇલ પર વોટ્સઅપ કોલ કર્યો હતો પરંતુ ફોન બંધ હોવાથી કોલ લાગ્યો ન હતો. જેથી સ્થાનિક વિસ્તાર ઉપરાંત સગાસંબંધી અને મિત્ર વર્તુળ ઉપરાંત રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર શોધખોળ કરી હતી પરંતુ કિશોરીનો કયાંય પત્તો મળ્યો ન હતો.

  આ પણ વાંચો : રાજકોટ : લાખોની રેન્જ રોવરમાં આવેલા શખ્સની 'લુખ્ખાગીરી', 40 રૂ. ટોલ ન આપવા બંદૂક કાઢી

  જેથી છેવટે આ અંગે કિશોરીનું સંભવત અપહરણ થયું હોવાની આશંકા સાથે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં ખબર પડી હતી કે આ કિશોરી છેલ્લા બે વર્ષથી મુંબઈનાં નલાસોપાર ખાતે રહેતા અને ક્રિકેટનાં શોખીન એવા આશિષ ઉર્ફે એરોન વિજય ચુંજનાં  સંપર્કમાં છે. વેલેન્ટાઈન હોવાથી આ યુવક સાથે હોવાની વિગત મળતા સુરત વરાછા પોલીસની એક ટીમ મુંબઈ ખાતે પોંહચીને આ બંન્ને લોકોને ઝડપી પાડ્યાં હતાં.  જે બાદ પોલવીસ યુવાનને સુરત ખાતે લઈ આવીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  આ વીડિયો પણ જુઓ : 
  First published:

  આગામી સમાચાર