વૉશિંગ્ટન : અમેરિકા (America)નાં હવાઈ હુમલામાં ઈરાનના જનરલની મોત બાદ સર્જાયેલી સ્થિતિને જોતા અમેરિકા પશ્ચિમ એશિયામાં (West Asia) 3,000 સૈનિકોને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકા સામે બદલો લેવા તલપાપડ બની રહેલા ઈરાનને પહોંચી વળવા માટે પેંટાગોને સૈનિકો મોકલવાની તૈયારી કરી લીધી છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ સૂત્રોએ જમાવ્યું હતું કે 'ટુંક સમયમાં અમેરિકા સૈનિકોને મોકલવાની ઓફિશિયલ જાહેરાત કરશે. સૈનિકોને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપી દેવામાં આવી છે.'
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સૈનિકો ઉત્તર કેરોલિનાના ફોર્ટ બ્રગના 82માં એરબોર્ન વિભાગના છે. આ સૈનિકોને અઠવાડિયાની શરૂઆતમાં કુવૈતમાં તહેનાત કરવામાં આવ્યા બાદ ઈરાન સમર્થિત લશ્કરી સંગઠનને ઠાર કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
ઈરાનના કુદ્સ સૈન્યના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાનની બદલો લેવાની સંભાવનાથી ચિંતિત અમેરિકાએ સૈનિકો મોકલવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ સુલેમાની પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.
અગાઉ 14 હજાર સૈનિકો મોકલ્યા હતા
આ અઠવાડિયે તહેનાત કરાયેલા સૈન્યના કાફલા પહેલાં ટ્રમ્પ સરકારે 14 હજાર વધારાના સૈનિકોને પશ્ચિમ એશિયામાં મોકલ્યા હતા. મે મહિનામાં ટ્રમ્પ વહીવટીતંત્રે જાહેરમાં દાવો કર્યો હતો કે ઈરાન અમેરિકન હિતો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર યુએસ સેનાના હવાઇ હુમલામાં ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીને ઠાર મરાયો છે.
બગદાદ એરપોર્ટ પર યુએસના હવાઈ હુમલામાં ઇરાકી લશ્કરી કમાન્ડર અબુ મહાદી અલ-મુહદીસનું પણ મોત નીપજ્યું છે. શુક્રવારે સવારે અમેરિકાએ બગદાદ એરપોર્ટ પર હવાઈ હુમલો કર્યો. આ પછી, ઇરાકે તેના કમાન્ડર ઇન ચીફના મૃત્યુ માટે જીવલેણ બદલો લેવાની વાત કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર