Home /News /samachar /

PHOTOS: 3 વર્ષની ઊંમરે ફિલ્મી કરિઅર શરૂ કરનારા સરોજ ખાનની જાનદાર તસવીરો

PHOTOS: 3 વર્ષની ઊંમરે ફિલ્મી કરિઅર શરૂ કરનારા સરોજ ખાનની જાનદાર તસવીરો

સરોજ ખાને કોરિયોગ્રાફર તરીકે છેલ્લી ફિલ્મ 'કલંક' કરી હતી. જેમાં તેમણે માધુરી દીક્ષિતની સાથે કામ કર્યુ હતું આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઇ હતી.

સરોજ ખાને કોરિયોગ્રાફર તરીકે છેલ્લી ફિલ્મ 'કલંક' કરી હતી. જેમાં તેમણે માધુરી દીક્ષિતની સાથે કામ કર્યુ હતું આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઇ હતી.

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સરોજ ખાનનું 71 વર્ષની ઊંમરે કાર્ડિયાક અરેસ્ટથી નિધન થઇ ગયુ છે તેવામાં બોલિવૂડમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. માસ્ટરજીનાં નામે પ્રખ્યાત સરોજ ખાન ઇન્ડસ્ટ્રીનાં જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર હતાં. તેમણે આ ઇન્ડસ્ટ્રીમાં ચાર દાયકાથી વધુ સમય સુધી કામ કર્યુ છે. અને આ સમયમાં તેમણે 2 હજારથી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યા હતાં. (PHOTO: TWITTER)


    સરોજ ખાને તેમનાં કરિઅરની શરૂઆત 3 વર્ષની ઊંમરે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. સરોજ ખાને ક્યકાકરેય ડાન્સની ટ્રેનિંગ લીધી ન હતી. તેઓને નાનપણથી જ ડાન્સનો શોખ હતો અને બાદમાં તેમણે આને જ તેમનાં કરિઅર તરીકે પસંદ કર્યો. (PHOTO: TWITTER)


    સરોજ ખાને કોરિયોગ્રાફર તરીકે છેલ્લી ફિલ્મ 'કલંક' કરી હતી. જેમાં તેમણે માધુરી દીક્ષિતની સાથે કામ કર્યુ હતું આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઇ હતી. (PHOTO: TWITTER)


    આમ પણ પહેલેથી જ સરોજ ખાન અને માધુરી દીક્ષિતની જોડી હિટ છે તેઓએ સાથે ઘણું કામ કર્યુ છે. (PHOTO: TWITTER)


    સરોજ ખાનની આ તમામ તસવીરો ટ્વિટર પરથી લેવામાં આવી છે. (PHOTO: TWITTER)


    સરોજ ખાનની આ તમામ તસવીરો ટ્વિટર પરથી લેવામાં આવી છે. (PHOTO: TWITTER)


    71 વર્ષે નિધન પામનારા સરોજ ખાનને 17 જૂનનાં શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. જે બાદ તેમને મુંબઇનાં બાન્દ્રા વિસ્તારની ગુરુ નાનક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. જોકે તેઓઓ 3 જુલાઇ સુધી મોત સામે જંગ છેડ્યો અને તેઓ ગત રાત્રે 1.52 કલાકે આ જંગ હારી ગયા. કાર્ડિયાક અરેસ્ટનાં કારણે તેમનું નિધન થઇ ગયું. (PHOTO: TWITTER)


    થોડા દિવસો પહેલાં જ તેમનો કોરોના વાયરસ (coronavirus)નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાનના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી છવાઈ છે. (PHOTO: TWITTER)


    અનેક મોટી ફિલ્મ અભિનેત્રીઓ જેમના ડાન્સ કેરિયર સરોજ ખાનના કારણેના આસમાન પર પહોંચ્યા તે ભાવુક થઈ હતી. બોલિવૂડ સોશિયલ મીડિયા પર સરોજ ખાનને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. (PHOTO: TWITTER)


    સરોજ ખાનની આ તમામ તસવીરો ટ્વિટર પરથી લેવામાં આવી છે. (PHOTO: TWITTER)
    First published:

    આગામી સમાચાર