Home /News /samachar /

શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતાની દાદાગીરી! નનામો પત્ર વાયરલ થતા તકતીમાંથી નામ હટાવાયું

શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતાની દાદાગીરી! નનામો પત્ર વાયરલ થતા તકતીમાંથી નામ હટાવાયું

વાયરલ થયેલા પત્રના આક્ષેપોને સાચા માનીએ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે. એવી વાત પણ ચર્ચાઈ રહી છે કે નેતાઓને પોતાના નામની કેટલી ઘેલછા હોય છે.

વાયરલ થયેલા પત્રના આક્ષેપોને સાચા માનીએ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે. એવી વાત પણ ચર્ચાઈ રહી છે કે નેતાઓને પોતાના નામની કેટલી ઘેલછા હોય છે.

  ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટીને કેડરબેઝ કે શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. પરંતુ 2014માં નરેન્દ્ર મોદી ગુજરાતની ગાદી છોડી દિલ્હી ગયા બાદ ગુજરાતમાં ભાજપની પ્રતિષ્ઠા ધોવાયાના હોવાના અનેક બનાવો સમયાંતરે બહાર આવતા રહે છે. વર્તમાન સમયમાં ભાજપના મંત્રીથી લઇ સંત્રી સુધીના લોકો લેટર બૉમ્બ ફોડી રહ્યા છે. ત્યારે આવો જ એક નનામી લેટર બૉમ્બ અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી. પટેલ સામે સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. જેમાં સાંણદ નગરપાલિકા દ્વારા નવનિર્મિત બજાર ગેટ પોલીસ ચોકી અને પે એન્ડ યૂઝ સંકૂલના લોકાર્પણની તકતીમાં બળજબરી પૂર્વક અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી. પટેલે પોતાનું નામ લખાવ્યું હોવાનો આક્ષેપ થયો છે.

  આ પત્ર એટલો વાયરલ થયો કે તકતીમાંથી જિલ્લા ભાજપ પ્રમુખનું નામ પણ હટાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં સાણંદ શહેર બીજેપી પ્રમુખ કમલેશ વ્યાસે આ અંગે ખુલાસો કરતા શરતચૂકથી નામ લખાયું હોવાનું કહીને આરોપ પોતાના પર ઓઢી લીધો છે. બીજી તરફ આ ઘટના અંગે કોઈ પણ પ્રકારની જાણ પ્રદેશ ભાજપને ન હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવાના બણગા ફૂંકતી હોય છે, પરંતુ ભાજપના જ નેતાઓ શિસ્તના લીરેલીરા ઉડાવતા હોય તેવા બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે.

  વાયરલ થયેલો નનામો પત્ર.


  વાયરલ થયેલા પત્રના આક્ષેપોને સાચા માનીએ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે. એવી વાત પણ ચર્ચાઈ રહી છે કે નેતાઓને પોતાના નામની કેટલી ઘેલછા હોય છે. જે પત્ર વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સાણંદ નગરપાલિકા અંતર્ગત રોડ બનાવવાના કામનું અનાવરણ કરવાનું હતું, જેમાં તકતી લગાવવાની હતી તેમાં મારા નામનો ઉલ્લેખ કેમ નથી? અન્યના નામો લખાય છે તો મારું નામ કેમ નથી? આ મુજબની દાદાગીરી કરી આર.સી. પટેલે પોતાનું નામ પણ લખાવડાવ્યું હતું.

  આટલું જ નહીં પરંતુ એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ અંગેની જો કોઈને ફરિયાદ કરવામાં આવી તો આગામી ત્રણ વર્ષ હું જ જીલ્લા પ્રમુખ બનીશ અને બાદમાં પાસા લગાવી દઈશ અને જેલમાં ધકેલી દઈશ. પત્ર લખનારા વ્યક્તિએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તમે જાતે પણ આ અંગે તપાસ કરાવી શકો છો.

  સાણંદ શહેર બીજેપી પ્રમુખનો ખુલાસો.


  પત્રમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેના પરથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આવી દાદાગીરી આર.સી. પટેલ કાયમ કરે છે? શું જીલ્લા સંગઠન પ્રદેશ નેતાગીરીના કહ્યામાં નથી? શું આર. સી. પટેલ આવી દાદાગીરી કરે છે તો પ્રદેશ સંગઠન તેની સામે પગલા લેશે? શું સંગઠનમાં ફેરબદલ કરવાનો છે તેમાં જીલ્લા પ્રમુખ કોણ એ જાતે જ નક્કી કરી રહ્યા છે? શું દિલ્હી હાઈકમાન્ડ તરફથી કહી દેવામાં આવ્યું છે કે તેને વધુ ત્રણ વર્ષ માટે રિપીટ કરવામાં આવે છે? શું આવી દાદાગીરી કરવા માટે તેમને રિપીટ કરવામાં આવશે?

  આનંદીબેન પટેલ સાથે આર.સી. પટેલ (ફાઇલ તસવીર)


  આ મામલે પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતુ કે, "આ મામલે પાર્ટી પાસે કોઈ ફરિયાદ આવી નથી. પરંતુ શું મામલો છે તેની તપાસ કરી રહ્યા છીએ. સાણંદ અને અમદાવાદ જિલ્લાના કાર્યકરોની જે લાગણી હશે તેને સાંભળી રહ્યો છું. આ ભાજપ પરિવારનો મામલો છે. સંગઠન અને સરકાર એ એક સિક્કાની બે બાજુ છે. અને એ જ રીતે કામ કરે છે."
  First published:

  આગામી સમાચાર