દેશનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. બજેટની સાથે નાણા મંત્રીની સાથે રાખવામાં આવતી લેધર બ્રીફકેસનો પણ જૂનો ઈતિહાસ છે. જાણો શું છે બજેટ બેગનો સમગ્ર ઈતિહાસ...
ભારતમાં બ્રીફકેસ લાવવાની પરંપરાને બ્રિટન પાસેથી લેવામાં આવી. ઈંગ્લેન્ડમાં ગ્લેડસ્ટોના બૉક્સનો ઉપયોગ થતો હતો.
1860માં બ્રિટિશ બજેટને રજૂ કરનારા ચીફ વિલિયમ ઈ. ગ્લેડસ્ટોને પહેલીવાર આવી બ્રીફકેસનો ઉપયોગ કર્યો હતો. તેમાં તેઓએ ગોલ્ડ રંગના ક્વીન મોનોગ્રામનો ઉપયોગ થયો.
બ્રિટનમાં બ્રીફકેસ એક નાણા મંત્રીથી બીજાને ટ્રાન્સફર કરવામાં આવતી હતી. જ્યારે ભારતમાં દરેક નાણા મંત્રી અલગ-અલગ બ્રીફકેસનો ઉપયોગ કરે છે.
બ્રિટિશ સર્વિસે વર્ષ 2010માં જૂની ગ્લેડસ્ટોન બેગનો ઉપયોગ કરવાનો બંધ કરી દીધો હતો.
આ બ્રીફકેસ એટલા માટે ઉપયોગમાં લેવાતી હતી કારણ કે બજેટ ભાષણ ઘણા લાંબા હોય છે. આ બ્રીફકેસમાં બજેટ સંબંધી દસ્તાવેજ રાખવામાં આવે છે.
ભારતમાં પણ બજેટ પહેલા આ બ્રીફકેસની સાથે તસવીર ખેંચવામાં આવે છે. બ્રિટનમાં રાજકોષના ચાન્સેલર 11 ડાઉનિંગ સ્ટ્રીટ પર બજેટ સ્પીચ પહેલા બ્રીફકેસની સાથે તસવીર ખેંચાવે છે.
દેશના પહેલા ફાઇનાન્સ મિનિસ્ટર આર.કે. ષણમુખમ શેટ્ટીએ બજેટ રજૂ કરવા દરમિયાન લેધર બ્રીફકેસનો ઉપયોગ કર્યો.
દેશમાં નાણા મંત્રીએ હાર્ડબાઉન્ડ બ્રીફકેસનો ઉપયોગ શરૂ કર્યો. જે બ્રિટનથી બ્રીફકેસથી અલગ હતી.
ગયા વર્ષથી નિર્મલા સીતારમણે આ પરંપરાને છોડતા નવો રિવાજ અપનાવ્યો અને દેશની ખાતા વહી રજૂ કરી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર