માણસનું સ્વાસ્થ્ય ત્રણ પાયા ઉપર આધારિત છે એક ખોરાક, બીજુ વ્યાયામ, ત્રીજુ નિંદ્રા. આજે આપણે ખોરાક વિશે ચર્ચા કરીશું, ખોરાકનાં મુખ્ય ઘટકો વિષે ચર્ચા કરીશું.
આજકાલના સમયમાં બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી રોગોમાં ખૂબ બહોળા પ્રમાણમાં વૃદ્ધિ થવા પામી છે. તે સર્વ રોગોમાં ડાયાબિટીસ, હૃદયના રોગો, કેન્સર ચામડીના રોગો તથા અન્ય વિવિધ પ્રકારના રોગો સામેલ થાય છે.
પહેલાનાં યુગમાં મનુષ્ય કુદરતી રીતે શાકભાજી -ફળ આધારિત આહાર લેતા હતા. સમય જતા તે કઠોળ, અનાજ આધારિત આહાર લેતા થયા. ત્યારબાદ આજે તે હાલત છે કે તે બિન આરોગ્યપ્રદ ખોરાકનો ઉપયોગ કરવા માંડ્યા છે. આટલું ઓછું હતું ત્યાં અતિશય રાંધેલો ખોરાક, બિન આરોગ્યપ્રદ તેલ, રાંધવાની ખોટી પદ્ધતિઓ પણ સ્વાસ્થ ઘટાડવામાં કારણભૂત મનાય છે.
આવા સમયે ખોરાક તથા તેના પોષક તત્વો તથા તે કેવી રીતે લેવા જોઈએ, શેમાંથી પોષક તત્વો મળે તેને લગતી માહિતીઓ પ્રાપ્ત કરવી ખૂબ જરૂરી છે.
મૂળભૂત રીતે ખોરાકનાં મુખ્ય ઘટકો આ મુજબ છે. તેના પ્રકાર તેની ઉપયોગીતા મુજબ કરવામાં આવી છે.
૧. કાર્બોહાઈડ્રેટ
૨. ચરબી
૩. પ્રોટીન
૪. વિટામીન
૫. મિનરલ
૬. પાણી
૭. ક્ષાર
૮. રેસા
કાર્બોહાઈડ્રેટમાંથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે, જે મુખ્યત્વે અનાજ, કંદ તથા સર્કરા માંથી પ્રાપ્ત થાય છે.
ચરબી માંથી પણ આપણને શક્તિ પ્રાપ્ત થાય છે, જે મુખ્યત્વે તેલ, ઘી, માખણ, મલાઇ માંથી પ્રાપ્ત થાય છે.
પ્રોટીન દ્વારા શરીરનું બંધારણ થાય છે, જે આપણને દૂધ અને તેની બનાવટો કઠોળ, તેલીબિયાં વગેરે માંથી પ્રાપ્ત થાય છે.
મિનરલ, પાણી, ક્ષાર, રેસા, વિટામીન, રોગપ્રતિકારક શક્તિ, પાચન અને ચયાપચયની ક્રિયામાં મદદ કરે છે, કે જે આપણને ફળ, લીલા શાકભાજી, રેસાવાળો ખોરાક, આખું ધાન્ય તથા કઠોળની બહારના પડ માંથી પ્રાપ્ત થાય છે.
માણસનું સ્વાસ્થ્ય જાળવવા આ તમામ તત્વો યોગ્ય માત્રામાં લેવા જરૂરી છે. ખોરાક લેવો તે જેમ ખૂબ જરૂરી છે તેમ યોગ્ય માત્રામાં, યોગ્ય ખોરાક, પૂરતા પોષક તત્વો સાથેનો ખોરાક લેવો વધારે જરૂરી છે. આપણને આ સમજ હોવી અનિવાર્ય છે. ઘણી વખત સ્વાસ્થ્ય સુધારવામાં ખાલી આહારમાં કરેલા નાના મોટા પરિવર્તન એ જ સ્વાસ્થ્ય સુધારનું કારણ બની જાય છે. આવનારા લેખોમાં આપણે આ યોગ્ય માત્રા કેટલી હોય તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર