Home /News /samachar /

કુશલ પંજાબીના અંતિમ દર્શને પહોંચ્યા નજીકના મિત્ર અને સ્ટાર્સ

કુશલ પંજાબીના અંતિમ દર્શને પહોંચ્યા નજીકના મિત્ર અને સ્ટાર્સ

ટીવી અને બોલિવૂડ ઍક્ટર કુશલ પંજાબીની આત્મહત્યાના સમાચારોએ તમામને હચમચાવી દીધા છે. હવે તેમના અંતિમ દર્શનની તસવીરો બહાર આવી છે.

ટીવી અને બોલિવૂડ ઍક્ટર કુશલ પંજાબીની આત્મહત્યાના સમાચારોએ તમામને હચમચાવી દીધા છે. હવે તેમના અંતિમ દર્શનની તસવીરો બહાર આવી છે.

    જાણીતા અભિનેતા કુશલ પંજાબીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ હચમચી ઉઠ્યું છે જ્યારે કુશલના મિત્ર કરણવીર બોહરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ દ્વારા આ સમાચાર આપ્યા ત્યારે કોઈ માનવામાં આવતું ન હતુ. ત્યારબાદ તેના અન્ય મિત્ર ચેતન હંસરાજે હતાશાને કારણે આત્મહત્યાની પુષ્ટિ કરી હતી. શનિવારે સાંજે મિત્રો અને ઇન્ડસ્ટ્રીઝના ઘણા લોકો તેના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. તાજેતરમાં તેમના અંતિમ દર્શનની તસવીરો બહાર આવી છે.

    અભિનેતા કુશલ પંજાબીના અચાનક નિધન પર ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જ્હોન અબ્રાહમ, અક્ષય કુમાર, કરણવીર બોહરા અને ફરહાન અખ્તર જેવા ઘણા સ્ટાર્સે કુશલને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી. શનિવારે મુંબઈમાં કુશલના પાર્થિવ દેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક મોટી હસ્તીઓ કુશલના અંતિમ દર્શન માટે પહોંચી હતી. જેમાં તેના નજીકના મિત્રોથી લઈને ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય ઘણા લોકો પણ સામેલ થયા હતા.








    View this post on Instagram





    🎼 I was bruised and battered, I couldn't tell what I felt. I was unrecognizable to myself. Saw my reflection in a window and didn't know my own face. Oh brother are you gonna leave me wastin' away I walked the avenue, 'til my legs felt like stone, I heard the voices of friends, vanished and gone, At night I could hear the blood in my veins, It was just as black and whispering as the rain,🎼 @springsteen #rip #kushalpunjabi. Friends today at his funeral. (If you need support or know someone who does, please reach out to your nearest mental health specialist.) Helplines: AASRA: 91-22-27546669 (24 hours) Sneha Foundation: 91-44-24640050 (24 hours) Vandrevala Foundation for Mental Health: 1860-2662-345 and 1800-2333-330 (24 hours) iCall: 022-25521111 (Available from Monday to Saturday: 8:00am to 10:00pm) Connecting NGO: 18002094353 (Available from 12 pm - 8 pm)


    A post shared by Viral Bhayani (@viralbhayani) on Dec 28, 2019 at 12:08am PST





    કરણવીર બોહરા, અર્જુન બિજલાની, તનાઝ ઈરાની, બખ્તીયાર, ડેલનાઝ, એજાઝ ખાન, કેન ઘોષ, દ્રષ્ટિ ધામી, ડાયંડ્રા સોર્સ, કુબ્રા સૈત જેવી અનેક હસ્તીઓ કુશલના ઘરની બહાર જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કુશલના માતા-પિતાને ગુરુવારે બપોરે 2 વાગ્યે તેની ડેડબોડી મળી. પોલીસના જણાવ્યા મુજબ આપઘાત કરતા પહેલા તેણે લાંબી સુસાઇડ નોટ પણ લખી હતી. કુશલની નજીકના લોકોનું કહેવું છે કે કુશલ વિવાહિત જીવનમાં સમસ્યાઓના કારણે હતાશામાં હતા.








    View this post on Instagram





    #karangrover with girlfriend @poppyjabbal for #KushalPunjabi last rites in Mumbai


    A post shared by Manav Manglani (@manav.manglani) on Dec 28, 2019 at 12:23am PST






    કુશલની પત્ની શંઘાઈમાં તેમના પુત્ર સાથે અલગ રહેતી હતી. કુશલ તેના 3 વર્ષના દીકરાને ખૂબ જ ચાહે છે. તે ઘણીવાર સોશિલ મીડિયા પર પોતાના દીકરા સાથે તસવીર શેર કરતો હતો. એવું કહેવામાં આવે છે કે આત્મહત્યા કરતા પહેલા પણ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હાર્ટ ઇમોજી સાથે તેમના પુત્રની તસવીર લગાવી હતી.
    First published:

    આગામી સમાચાર