Home /News /samachar /

Bigg Boss 13 : અરહાન ખાન બિગ બોસથી બહાર થતાં જ રડી પડી રશ્મિ દેસાઇ

Bigg Boss 13 : અરહાન ખાન બિગ બોસથી બહાર થતાં જ રડી પડી રશ્મિ દેસાઇ

અરહાનના ઘરની બહાર નીકળતા જ રશ્મિ દેસાઇ પોતાના આંસુ રોકી ના શકી.

અરહાનના ઘરની બહાર નીકળતા જ રશ્મિ દેસાઇ પોતાના આંસુ રોકી ના શકી.

    પોપ્યુલર ટીવી શો બિગ બૉસ 13 (Bigg Boss 13) માં આ સપ્તાહમાં વીકેન્ડ વારમાં મૉડલ અને એક્ટર અરહાન ખાન બીગ બૉસના ઘરમાંથી બહાર થઇ ગયો છે. અરહાનના ઘરની બહાર નીકળતા જ રશ્મિ દેસાઇ પોતાના આંસુ રોકી ના શકી. અને તે ધ્રુસકેને ધ્રુસકે રોઇ પડી. તમને જણાવી દઇએ કે અરહાન ખાને વાઇલ્ડ કાર્ડ કંટેસ્ટેંટના રૂપે ઘરમાં એન્ટ્રી લીધી હતી. અરહાન રશ્મિ દેસાઇ સાથે મિત્રતાની વાત કરતો હતો. રશ્મિએ પણ આ વાત સ્વીકારતા કહ્યું કે અરહાન ખાલી મારો સારો મિત્ર નથી પણ પરિવારના સભ્ય જેવો છે.

    જો કે પહેલા ખબર તે આવી હતી કે અરહાન અને રશ્મિ બિગ બૉસમાં લગ્ન કરશે. જો કે આ વાતનો બંનેએ નનૈયો ભર્યો હતો. અરહાને બિગ બોસમાં આવ્યા પછી આ ખબરનું ખંડન કર્યું હતું. પણ રશ્મિ અરહાનને લઇને અનેક વાર બિગ બોસના ઘરના સદસ્યો સાથે વાત કરતી નજરે પડી છે. અરહાનની લડાઇ માટે ભાગે સિદ્ધાર્થ શુક્લા અને અસીમ રિયાઝ સાથે થતી હતી. પણ તેવું લાગે છે કે આ બિગ બોસ 13માં રહેવા માટે પૂરતું નથી.

    આ વીકેન્ડના એપિસોડમાં સલમાન ખાને પરિવારના લોકો સાથે મળીને જોરદાર મસ્તી કરી. આ સિવાય પાગલપંતીની સ્ટારકાસ્ટ પણ ઘરના લોકો સાથે મસ્તી કરવા પહોંચ્યા. ઘરમાં યુવકો છોકરીઓથી વેક્સિંગ કરતા પણ નજરે પડ્યા. જ્યારે એક ટાસ્કમાં તેમને આમ કહેવામાં આવ્યું ત્યારે.
    ત્યાં જ અનિલ કપૂર અને સલમાન ખાને પણ બિગ બૉસમાં કંટેસ્ટેન્ટ સાથે મળીને જોરદાર મસ્તી કરી. સલમાન ખાને અનિલ કપૂરને કહ્યું હતું કે તમે જ્યારે આવ્યા હતા ત્યારે પણ આવા હતા અને આજે પણ તેવા જ છો. વળી સલમાને કહ્યું કે તે પહેલા કરતા હવે વધુ સારા લાગે છે.
    First published:

    આગામી સમાચાર