દુનિયામાં એવા કેટલાએ રહસ્ય છે, જે લોકોને અચંબિત કરી દે છે. એક આવું જ રહસ્ય તુર્કીમાં પમુક્કલની પહાડીઓ પર છે. અહીં પ્રાકૃતિક રૂપથી કેટલાએ સ્વિમિંગ પુલ બન્યા છે, જે પોતાની સુંદરતાની સાથે-સાથે લોકોમાં કૂતુહલતાનો વિષય બની ગયા છે, અને આવું એટલા માટે કે, આ ઝરણાંનું પાણી પોતાની જાતે ગરમ થઈ જાય છે. આ વૈજ્ઞાનિકો માટે પણ એક રહસ્ય બનેલું છે. (પમુક્કલના ગરમ પાણીના ઝરણાં - ફોટો - સોશિયલ મીડિયા)
કહેવામાં આવે છે કે, અહીં ગરમ પાણીના સરોવરના ઝરણાં હજારો વર્ષથી છે. અહીંના પાણીનું તાપમાન 37 ડિગ્રીથી 100 ડિગ્રી વચ્ચે રહે છે. (પમુક્કલના ગરમ પાણીના ઝરણાં - ફોટો - સોશિયલ મીડિયા)
કહેવાય છે કે, સ્વીમિંગ પૂલ જેવા બનેલા આ ગરમ પાણીના ઝરણાંમા નાહ્વા માત્રથી ગણી પ્રકારની બીમારીઓ ખાસ કરીને ચામડી સંબંધી બીમારીઓ સારી થઈ જાય છે. આજ કારણથી ગરમ પાણીના ઝરણાં જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે. (પમુક્કલના ગરમ પાણીના ઝરણાં - ફોટો - સોશિયલ મીડિયા)
અહીંનું સૌથી મોટુ રહસ્ય એ છે કે, અહીં રહેલું ગરમ પાણીના જરણા પોતાની જાતે જ બન્યા છે કે, પછી કોઈએ બનાવ્યા હશે, તે વિશે કોઈને કઈં જ ખબર નથી. (પમુક્કલના ગરમ પાણીના ઝરણાં - ફોટો - સોશિયલ મીડિયા)
આ ઝરણાંના પાણીને લઈ ગણી વખત વૈજ્ઞાનિકો શોધ કરી ચુક્યા છે, જે અનુસાર, અહીંના પાણીમાં રહેલા ખનીજ બહારના સંપર્કમાં આવવાથી કેલ્સિયમ કાર્બોનેટ બને છે, જે હજારો વર્ષથી આ ઝરણાંના કિનારે જમા થઈ રહ્યા છે. આ કારણથી આ ઝરણાંએ સરોવરનું રૂપ લઈ લીધુ છે. (પમુક્કલના ગરમ પાણીના ઝરણાં - ફોટો - સોશિયલ મીડિયા)
Published by:Pankaj Jain
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર