ભયાનક Accident વચ્ચે ચમત્કારઃ ક્ષણમાં જ એક પરિવારના 5 લોકોના મોત, એક વર્ષની બાળકીને એક ખરોંચ પણ ન આવી
ભયાનક Accident વચ્ચે ચમત્કારઃ ક્ષણમાં જ એક પરિવારના 5 લોકોના મોત, એક વર્ષની બાળકીને એક ખરોંચ પણ ન આવી
uttar pradesh news: ઉત્તર પ્રદેશમાં (Uttar pradesh accident news) સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની (danger road acident) વાત કરીએ તો ફૂલ સ્પીડમાં આવતો ટેમ્પો ઈંટ ઉપરથી પસાર થયો અને ટેમ્પો બેકાબુ થઈને પલટી ગયો હતો. ત્યારે સામેથી આવતો ટ્રક ટેમ્પોને (truck hit tempo) કચડીને જતો રહ્યો હતો.
uttar pradesh news: ઉત્તર પ્રદેશમાં (Uttar pradesh accident news) સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની (danger road acident) વાત કરીએ તો ફૂલ સ્પીડમાં આવતો ટેમ્પો ઈંટ ઉપરથી પસાર થયો અને ટેમ્પો બેકાબુ થઈને પલટી ગયો હતો. ત્યારે સામેથી આવતો ટ્રક ટેમ્પોને (truck hit tempo) કચડીને જતો રહ્યો હતો.
શ્રાવસ્તીઃ ઉત્તર પ્રદેશના (uttar pradesh news) શ્રાવસ્તી જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત (road accident news) સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં એક ચમત્કારી ઘટના પણ બની હતી. અહીં નેશનલ હાઈવે ઉપર (tempo accident on national highway) યાત્રીઓ ભરેલો ટેમ્પો પલટી ગયો હતો. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જોકે, ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, નવાઈની વાત એ છે કે ટેમ્પોમાં એક વર્ષની બાળકી પણ હતી જેને એક ખરોંચ (baby girl saved in accident) પણ આવી ન્હોતી. અને અકસ્માતમાં તેનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત શુક્રવારે મોડી રાત્રે ઈકૌના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર થયો હતો. જેમાં મુસાફરોથી ભરેલો ટેમ્પો રસ્તામાં પડેલી ઈંટના કારણે પલટી ગયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ચાર મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે.
વધુ મળતી માહિતી પ્રમાણે ટેમ્પોના અકસ્માત પહેલા ઈંટથી ભરેલો એક ટ્રક રાત્રે પંચર થયો હતો. ડ્રાઈવર ટ્રકના આગળ પાછળ ઈંટો લગાવીને પંચર બનાવવા માટે ચાલ્યો ગયો હતો. જેથી અન્ય વાહનને તેના ટ્રકને કોઈ ટક્કરના થાય. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવતો ટેમ્પો ઈંટ ઉપરથી પસાર થયો અને ટેમ્પો બેકાબુ થઈને પલટી ગયો હતો. ત્યારે સામેથી આવતો ટ્રક ટેમ્પોને કચડીને જતો રહ્યો હતો.
ટ્રક અને ટેમ્પો વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક ઝાટકે એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ટેમ્પોમાં સવાર લોકો બહરાઈચમાં દરગાહથી જીયારત કરીને પરત ફરી રહ્યા હતા. તેઓ નજીક આવેલા હાશિમપારાના પેડિયા ગામ જઈ રહ્યા હતા.
જોકે, ઘરે પહોંચે એ પહેલા જ અકસ્માત નડ્યો હતો. આ ટેમ્પોમાં એક જ પરિવારના નવ લોકો સવાર હતા. જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે એ સમયે કોઈ ન હતું. જોકે, રાહદારીઓએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની લાશોને ટેમ્પોમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. પોલીસે આરોપી ટ્રક ચાલકને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર