Home /News /samachar /

કોરોનાએ પ્રવાસન ઉદ્યોગની કમર તોડી, ભારતને આટલો પડ્યો ફટકો

કોરોનાએ પ્રવાસન ઉદ્યોગની કમર તોડી, ભારતને આટલો પડ્યો ફટકો

2019માં પ્રવાસન ઉદ્યોગનું GDPમાં યોગદાન મોટું હતું.

2019માં પ્રવાસન ઉદ્યોગનું GDPમાં યોગદાન મોટું હતું.

    કોરોના વાયરસ (coronavirus, covid19) મહામારીના કારણે દુનિયાભરમાં લોકડાઉન અને ટ્રાવેલ પ્રતિબંધોના કારમે ટ્રેવેલ અને ટુરિઝમ (Travel industry)ઉદ્યોગની કમર તૂટી ગઇ છે. દુનિયામાં તેવા અનેક દેશ છે જે પૂરી રીતે પ્રવાસન પર નિર્ભર છે. ભારતની જ વાત કરીએ તો ભારત પણ પ્રવાસન ઉદ્યોગના કારણે મોટી કમાણી કરી છે. અને આ મામલે તે ટોપ 10 દેશોમાં આવે છે. જેની જીડીપી (GDP) પ્રવાસન (Tour and Travel) ઉદ્યોગથી મોટી કમાણી કરે છે.


    પ્રવાસન ઉદ્યોગથી દુનિયાભરમાં કુલ 33 કરોડ નોકરીઓ છે. ગત પાંચ વર્ષની જ વાત કરીએ તો દરેક 4માંથી 1 નોકરી પ્રવાસન ઉદ્યોગે ઊભી કરી છે. આમ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આ ક્ષેત્રની 3.5 ટકા ભાગેદારી છે.


    કોરોના વાયરસ મહામારીના કારમે દુનિયાભરના ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રને સૌથી મોટો ધક્કો લાગ્યો છે. વર્ષ 2008ની મંદીની તુલના કરતા કોરોનાના કારણે 5 ગણું વધુ નુક્શાન આ ઉદ્યોગને થયું છે. કોરોનાના લીધે 31 ટકા લોકોની નોકરીઓ ગઇ છે. અને 30 ટકા જીડીપીને નુક્શાન થયું છે.


    દુનિયામાં તેવા અનેક દેશ છે જે સંપૂર્ણપણે પ્રવાસન પર નિર્ભર છે. ગ્લોબલ ટ્રેવેલ બેનથી સૌથી વધુ આ દેશો પ્રભાવિત થયા છે. તેમની અર્થવ્યવસ્થા પ્રવાસન પર નિર્ભર છે. દુનિયામાં તેવા 44 દેશો છે. જેની પ્રવાસન નોકરીઓમાં 15%થી વધુ ભાગેદારી છે.આ ટૉપ 10 દેશોમાં પ્રવાસન પર રોજગાર આધારિત છે. અમેરિકા વર્ઝિન આઇલેન્ડ, મકાઉ,માલદીવ, બ્રિટિશ વર્ઝિન આઇલેન્ડનું નામ તેમાં સમાવિષ્ટ છે. વળી કેરિબિયાઇ દ્રીપમાં દર રોજ ક્રૂઝથી 20 હજાર પર્યટકોનું સ્વાગત કરાય છે. તેમાંથી અનેક દ્રીપ દેવામાં ડેબાયેલા છે.


    આ ટૉપ 10 દેશોમાં પ્રવાસનથી સૌથી વધુ રોજગાર ઊભો થાય છે. વર્ષ 2019ના આંકડા જોઇએ તો ફિલીપિન્સમાં 3 લાખ પર્યટકો વર્ષ 2019માં આવ્યા હતા. દુનિયાના અન્ય દેશોની તુલનામાં ટ્રાવેલ બેનથી સૌથી વધુ અસર અહીં થઇ છે.


    2019માં પ્રવાસનનું GDPમાં યોગદાન મોટું હતું. પ્રવાસનથી સૌથી વધુ કમાણી કરતા દેશ ટૉપ 10 દેશોમાં ભારતનું પણ નામ જોડાયેલું છે. આ સિવાય અમેરિકા, ચીન, જાપાન, યુકે, ફ્રાંસ જેવા દેશો પણ કોરોના સમયમાં પ્રવાસન ઉદ્યોગ બંધ થતા મોટું નુક્શાન વેઠી રહ્યા છે.
    First published:

    આગામી સમાચાર