Home /News /samachar /

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો, એક કિમી સુધી લાગી લાંબી લાઇન

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો, એક કિમી સુધી લાગી લાંબી લાઇન

આજે કેવડિયા ખાતે ઘણો જ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. બપોરે બાર વાગ્યાની આસપાસ એકથી દોઢ કિલોમીટર લાંબી લાંબી લાઇનો લાગી હતી.

આજે કેવડિયા ખાતે ઘણો જ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. બપોરે બાર વાગ્યાની આસપાસ એકથી દોઢ કિલોમીટર લાંબી લાંબી લાઇનો લાગી હતી.

  મયુર માંકડિયા, કેવડિયા : અત્યારે દિવાળીની રજાઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યમાંથી તો ખરા પરંતુ અન્ય રાજ્યમાંથી પણ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા આવી રહ્યાં છે. ત્યારે આજે કેવડિયા ખાતે ઘણો જ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. બપોરે બાર વાગ્યાની આસપાસ એકથી દોઢ કિલોમીટર લાંબી લાંબી લાઇનો લાગી હતી. જેના કારણે પ્રવાસીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


  મહત્વનું છે કે, કેવડિયા કોલોની ખાતે 31મી ઓક્ટોબરના રોજ એટલે આવતી કાલે એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં વડાપ્રધાન મોદી હાજર રહેવાના હોવાથી આ દિવસે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. આ અંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સીઈઓ (CEO) આઈ.કે.પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જરૂરી માહિતી આપી હતી.


  સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. ત્યારે અહીં ટિકિટ લેવા માટેની પણ લાંબી લાઇનો જોવા મળી રહી છે. લાઇનમાં ઉભેલા પ્રવાસીઓનું કહેવું છે કે, અમે અહીં દોઢ કલાકથી લાઇનમાં ઉભા છે. તડકો પણ એટલો બધો છે કે અમારી સાથે આવેલા બાળકો પણ કંટાળી ગયા છે.


  જ્યારે બીજી તરફ ટ્રાફિક જામમાં ફસાયેલા અન્ય રાજ્યનાં વાહન ચાલકો જણાવે છે કે, 'અમે છેલ્લા દોઢ કલાકથી અહીં ફસાયેલા છે. અમને તો પહેલા અંદર જવાની જ ના પાડી દીધી હતી. કે કાલે પીએમ મોદી આવવાનાં છે તો અંદર નહીં જવા દેવાય પરંતુ અમે વિનંતી કરી કે અમે ઘણાં દૂરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવ્યાં છે. તો અમને જવા દીધા છે. પરંતુ અહીં ઘણો જ ટ્રાફિક જામ થઇ ગયો છે.'


  નોંધનીય છે કે, આવતીકાલે પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી કરવા આવી રહ્યાં છે. ત્યારે 31 ઓક્ટોબર એટલે ગુરૂવારે પ્રવાસીઓ માટે આ સ્થળ બંધ રખાયું છે.
  First published:

  આગામી સમાચાર