ન્યૂઝ18ગુજરાતીઃ ટિકટૉક (tiktok users) પોતાના યુઝર્સ માટે સારા સમાચાર લાવ્યું છે. કંપની પોતાની આ એપમાં નવું ફીચર એડ કરવાની યોજના બની રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ નવું ફિચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જેમાં કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાના બાયો (Bio) અને વીડિયો ક્લિપમાં ઈ-કોમર્સ (e-commerce) જેવી વેબસાઈટની લિંક એડ કરી શકે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને પિંટરેસ્ટ અને સ્નેપચેટ ઉપર પણ આવું ફિચર હાજર છે.
સામે આવ્યો વીડિયો
ટ્વિટર ઉપર Fabian bern નામના યુઝર્સે એક ટિકટૉક વીડિયો શૅર કર્યો છે. જેમાં બાયો સેક્શન અને વીડિયો ક્લિપમાં (video clip) કોઈ વેબસાઈટની લિંક આપી છે. આ લિંક ઉપર ક્લિક કરતા જ યુઝર આ વેબસાઈટ ઉપર જઈ શકાશે. શોપિંગ પણ કરી શકાશે.
દુનિયાભરમાં 1.5 અરબ ડાઉનલોડ
તાજેતરમાં રિપોર્ટ આવી છે કે ટિકટૉકના દુનિયાભરમાં 1.5 અરબ યુઝર્સ થઈ જશે. આ લિસ્ટમાં ભારત ટૉપ ઉપર છે. એપ સ્ટોરની સાથે ગૂગલ પ્લે ઉપર પણ ટિકટૉક 1.5 અરબ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. 46.68 કરોડ વખત માત્ર ભારતમાં આ એપને ડાઉનલ કરવામાં આવી છે. જેનો કુલ આંકડો લગભગ 31 ટકા છે.
મોબાઈલ ઇંટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 2019માં 6 ટકાથી વધારે એપ 61.4 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે. ભારતમાં 2019માં લોકોએ ઝડપ બતાવી છે. આ વર્ષ 27.76 કરોડ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે. આ વિશ્વમાં બધા ડાઉનલોડના આંકડાઓમાં 45 ટકા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર