1- પોતાના વખાણ સાંભળવા ઇચ્છે પરંતુ વ્યક્ત ન કરે (her Praise): શું તમે ક્યારે નોટિસ કર્યું છે કે તમારી પત્ની સજીધજી, નવા કપડા પહેરીને વારંવાર અરીસામાં જોવે છે ત્યારે તેને આશા હોય છે કે તને તેના વખાણમાં બે શબ્દો કહો.પરંતુ તમે આવું નથી કરતા ત્યારે તે ખોટું લાગી જાય છે. અને તમારાથી નારાજ થઇ જાય છે. તમારાથી વખાણ સાંભળવા પત્નીને સારું લાગે છે. પરંતુ પોતાની તે પોતાની દિલની આ વાતને ક્યારે વ્યક્ત કરતી નથી.
2-પાર્ટનર તેની કેર કરે (care): પત્ની બીમાર થવા પર તમે તેની પાસે બેસીને તેના હાલચાલ પૂછો અને પોતાના હાથે ચા બનાવીને પીવડાવો અને તેની સાથે બેસીને ચા પીવો. મોટાભાગના પુરુષો આ મામલે બેદરકાર હોય છે. પરંતુ તેઓ નથી જાણતા કે તેમની હમસફર તેમની પાસેથી આ બાબતની ઇચ્છા રાખે છે. પત્નીની કેર કરવી એ તેને ખુબ જ ગમે છે.
3- પત્નીની વિતેલા દિવસો જાણવાની ઇચ્છા (want to konw past): તમે માનો કે ના માનો પરંતુ દરેક પત્ની પોતાના પતિ સાથે સંકળાયેલી દરેક વાત જાણવા માંગતી હોય છે. જે વર્તમાન સાથે સંકળાયેલી હોય કે પછી તેના ભૂતકાળ સાથે. જો પતિ ક્યારે મજાકમાં પણ પત્નીથી એક્સ ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કરે તો તેના વિશે બધું જ જાણવા માંગે છે. પરંતુ આ ઇચ્છે તે વ્યક્ત થવા દેતી નથી.
4- રોમાંસની ચાહત (romance): કિચનમાં ધીમા પગે આવીને પાછળથી પોતાના બાહોમાં ભરી લેવું, બધાની હાજરીમાં પણ આંખોના ઇશારે વાત કરવી જેવી રોમેન્ટિક બાબત લગ્નના થોડા વર્ષો પછી ખતમ થઇ જાય છે પરંતુ પત્ની આવા પળોને હંમેસા યથાવત રાખવા માંગતી હોય છે. પત્ની ઇચ્છે કે પતિ લગ્નના શરૂઆતી દિવસો જેવો રોમેન્ટીક બની રહે.
5- પાર્ટનરની સલાહ પસંદ નથી (Don't like advice): ક્યારેક એવું થાય છે કે પત્ની આખી વાત સાંભળ્યા વગર પતિ તેને સલાહ આપવા લાગે છે. તેઓ પત્નીની સમસ્યાને સમજતા પણ નથી અને પોતાની એક્સપર્ટ સલાહ આપલા લાગે છે. પતિની આ આદત પત્નીને બિલકૂલ પસંદ નથી.
6- સેક્સની ચાહત (sex): સેક્સના મુદ્દાઓ ઉપર મહિલાઓ હજી સુધી ખુલી શકી નથી. પત્ની પોતાની સેક્સની ચાહતને વ્યક્ત નથી કરતી. તે ઇચ્છે છે કે પાર્ટનર જ પહેલ કરે. ઉલ્લેકનિય છે કે, સંકોચવશ તે પોતાની દિલની વાત પાર્ટનર સાથે શૅર નથી કરી શકતી. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે તેની ચાહતને સમજીને નજીક આવો.
7- સ્પેશિયલ ફીલ કરાવવાની ચાહત (Loved filing special): તમે ફિલ્મોમાં જોયું હશે કે હીરો હીરોઇનને કારનો દરવાજો ખોલીને બેસાડે છે. આવું કરીને તે હીરોઇન સ્પેશિયલ ફી કરાવે છે. પત્ની પણ તમારી પાસે આવી આશા રાખે છે. તે ઇચ્છે છે કે તેને પણ સ્પેશિયલ ફી થાય. રજાના દિવસે જો સમય મળે તો તેની માટે સ્પેશિયલ બનાવીને આપો. તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપો. આવું કરવાથી પત્નીને સારું લાગે છે.
8- મુશ્કેલીઓમાં પત્નીનો સાથ ઇચ્છે છે (Your Support Trouble): મહિલાઓ જ્યારે પણ મોટી મુશ્કેલીઓમાં હોય છે ત્યારે તે ઇચ્છે છે કે તેનો પાર્ટનર તેની સાથે રહે તેને સપોર્ટકરે. આનાથી તેનો વિશ્વાસ વધે છે. પરંતુ ખુબજ ઓછા પુરુષો જ પત્નીની આ ચાહતને સમજી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર