નવી દિલ્હીઃ ચોરોને જાણે કોઈ ડર જ ન રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં રાજધાની એક્સપ્રેસ (Rajadhni Express)માંથી સાંસદની પત્ની સાથે લૂંટની ઘટના સામે આવી છે. પટના (Patna)થી નવી દિલ્હી (New Delhi) જઈ રહેલી રાજધાની એક્સપ્રેસમાં ચારોએ સાંસદ (MP)ની પત્નીની બેગમાંથી 3 લાખ રૂપિયા ચોરી લીધા. ટ્રેનના વીઆઇપી કોચ (VIP Coach)માં સાંસદ પત્નીની સાથે બનેલી આ ઘટના કાનપુર (Kanpur)ની હોવાનું કહેવાય છે. પરંતુ ચોરીનો રિપોર્ટ નવી દિલ્હીમાં નોંધવામાં આવ્યો છે. સાંસદની પત્નીનું કહેવું છે કે પતિના સારવાર માટે તેઓ આ રૂપિયા લઈને જઈ રહ્યાં હતા.
મુજફ્ફરપુરથી બીજેપી સાંસદ અજય નિષાદની પત્ની તથા હાજીપુર નગર પરિષદની પૂર્વ ચેરમેન રમા નિષાદ પટનાથી રાજધાની એક્સપ્રેસના વીઆઇપી કોચમાં સવાર થયા હતા. તેમનું કહેવું છે કે પતિના સારવાર માટે રૂપિયા લઈને જઈ રહ્યા હતા. દિલ્હી આવીને એક લગ્નમાં પણ સામેલ થવાનું હતું, તેથી કેટલોક ખાસ સામાન અને કપડાની સાથે બેગ હતી. કાનપુરની પાસે જ્યારે રમા બાથરૂમ ગઈ અને પરત ફરીને આવીને જોયું તો સીટ પરથી બેગ ગાયબ હતી. તેમણે તેની જાણકારી તાત્કાલિક ટ્રેનમાં હાજર રેલવે સ્ટાફને આપી. પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન કાનપુરથી આગળ નીકળી ગઈ હતી.
સાંસદ પત્ની સાથે થયેલી ચોરીનો આ મામલો નવી દિલ્હી (New Delhi)માં નોંધવામાં આવ્યો છે. મામલો નોંધ તા જ પોલીસ હરકતમાં આવી ગઈ છે. પોલીસે ચોરીની તપાસ શરૂ કરી દીધી છે. આ રૂટ પર આ પ્રકારના ગુના આચરનારા ગુનેગારોની તલાશ શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે,જે પ્રકારથી બેગ ગાયબ થઈ છે તેને જોતાં તેની પાછળ બિજનૌરના બેગ લૂંટનારી ગેન્ગ હોવાની આશંકા પ્રબળ થઈ છે. પીડિતા રમાનું કહેવું છે કે વીઆઇપી કોચમાં મહિલા મુસાફરની સાથે આવી ઘટના ફરી ન થાય તે માટે રેલવે મંત્રાલયે ધ્યાન રાખવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર