દશેરાના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે ફરસાણની દુકાનમાં (Sweetmart Shop) પણ ચોરી થવાના બનાવો સામે આવી રહ્યાં છે. ગુરૂવારે સાંજે સવા આઠ વાગ્યા આસપાસ દુકાનદાર કંઈક કામ અર્થે થોડીવાર માટે દુકાન ખુલ્લી મુકીને બહાર જાય છે. એ દરમિયાન એક તસ્કર દુકાનમાં આવીને ચોરી કરે છે. ફરસાણની દુકાનમાં હાલ તહેવારની સિઝન હોવાથી સારો એવો દિવસ દરમિયાનનો થયેલો 10 હજારનો વકરો ચોર ઉઠાવી જાય છે. ગણતરીના સમયમાં તસ્કર અંદર આવીને ચોરી કરીને નાસી જાય છે આ સમગ્ર દ્રશ્યો CCTVમાં કેદ થઈ જાય છે. જેના આધારે દુકાનદારે પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (CCTV Video of Surat Theft)
સરથાણા વિસ્તારમાં આવેલી ફરસાણની ખુલ્લી દુકાનમાં સાંજે 8 વાગ્યેને 14 મિનીટ અને 52 સેકન્ડએ તસ્કર અંદર આવે છે. દુકાન ખુલ્લી છે અને આસપાસ કોઈ ન હોવાથી તે ગલ્લા તરફ જાય છે. પરંતુ કોઈ આવી જવાના ડરથી ફરી પાછો ગ્રાહકને ઉભા રહેવાની જગ્યાએ આવી જાય છે.
પરંતુ બાદમાં કોઈ ન હોવાની ખાતરી થતાં ટેબલના ખાના પાસે જાય છે. ખાનું ખોલીને બે ત્રણવાર રૂપિયા લઈને પોતાના ખીસ્સામાં નાખીને દે છે.બાદમાં 8 વાગ્યેને 15 મિનીટ તથા 27 સેકન્ડે બહાર નીકળી જાય છે. આમ સમગ્ર ચોરી 35 સેકન્ડમાં કરીને જતો રહે છે.
ફરસાણની દુકાનમાં 35 સેકન્ડમાં ચોરી કરનાર ચોર CCTVમાં કેદ થઈ ગયો છે. માસ્ક વગર ચોરી કરનાર ચોરનો ચહેરો CCTVમાં સ્પષ્ટ આવ્યો છે. જેથી પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખીય છે કે સુરતમાં તહેવારોની સિઝનમાં આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ આ વીડિયો અને ચોરીની ઘટના તમામ વેપારીઓ માટે પણ બોધપાઠ છે જે પોતાની દુકાનો રેઢી મૂકીને નીકળે છે.
સુરતની આ ઘટનામાં વેપારીએ 10,000 રૂપિયા ગુમાવ્યા પરંતુ જો કાઉન્ટમાં વધારે રકમ હયાત હોત તો ચોરીની રકમ વધી શકી હોત ત્યારે આ વીડિયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી અને સુરતના વેપારીઓએ જાગૃતિ કેળવવી પડે તેવી તાતી જરૂરિયાત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર