સુરતમાં એક એવી ચોરીની ઘટના સામે આવી છે જે જાણીને તમને નવાઈ લાગશે કોરોનાને લઇને લોકડાઉં વચ્ચે સુરતના પુના વિસ્તરમાં આવેલ એક ગોડાઉને તસ્કરોએ નિશાન બનાવી જોકે આ ગોડાઉન અનીય કોઈ વસ્તુ નું નહિ પણ પાન મસાલાનાનું હતું જ્યાંથી તસ્કરો ગોડાઉનનું શટર તોડીને 8 લાખના પાન મસાલા સહિત ખુરશીઓ અને વોટર-બોટલ સહિતના મુદ્દામાલ સાથે કુલ 12 લાખ 12 હજારની ચોરી કરી હતી. આ અંગે પુણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કોરોના વાઇરસને લઇને લોકડાઉં ચાલે છે ત્યારે સૌથી વધુ તકલીફ વેસન કરનારા લોકોને છે, અને વ્યસન માટે ગુટકા-સિગરેટ હાલમાં લોકો ઉંચી કિંમતે પણ ખરીદી કરતા હોય છે ત્યારે આવા એક ગોડાઉને તસ્કરોએ નિશાન બનાવ્યું છે.
સુરતના પુણા કડોદરા રોડ પર આવેલ છે કરમચંદ કંપનીનું ગોડાઉન આવેલ છે, ગત બીજી માર્ચથી લઈને 22 એપ્રીલ સુધીના સમયગાળા દરમિયાન ગોડાઉનના શટર તાળાવાળી પટ્ટીઓ કોઈ સાધનથી તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં. જેમણે આ ગોડાઉનમાંથી અન્ય કોઈ વસ્તુ મળે કે નહિ મળે પણ જે રીતે બજારમાં ગુટખા અને પણ મસાલાની માંગ છે, જેને લઇને ગોડાઉનમાં રહેલ પાન-મસાલાના 25 બોરામાં કુલ પેકેટ 5 હજાર, જેની એક પેકેટની કિંમત 160 લેખે કુલ 8 લાખ અને તમાકુના બોરા 11 જેમાં એક બોરામાં 800 પકેટ મળી 11 બોરામાં કુલ 8800 જેની કિમત 40 લેખે ગણી 3,52,000 અને વોટર બોટલના પ પાર્સલ જેમાં કુલ 400 નંગ હતાં. તથા પ્લાસ્ટિકની ખુરશીઓ 60 નંગ સ્કિમમાં આપવા માટે રખાઈ હતી. જેની ચોરી કરતાં કુલ 12 લાખ 12 હજારના મતાની ચોરી થઈ હતી.
જ્યારે ગોઇડાઉન માલિકને આ ચોરીની જાણકરી મળતા પોલીસ મથકે દોડી ગયો, તેણે આ મામલે ફરિયાદ આપી હતી. જોકે ચોરીની ઘટના સાંભળીને પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી, જોકે આ સમયે પાન-મસાલાની ચોરીને લઇને તસ્કરોને જાણે મોટો ખજાનો મળી ગયો હતો. જોકે પોલીસે ગોડાઉન માલિકની ફરિયાદ ના આધારે ગુનો નોંધી આ મામલે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર