Home /News /samachar /

સુરત: સોનાના દાગીના બનાવતી કંપનીમાં કર્મચારી કરોડોની ચોરી કરી રફૂચક્કર, પોલીસ થઈ દોડતી

સુરત: સોનાના દાગીના બનાવતી કંપનીમાં કર્મચારી કરોડોની ચોરી કરી રફૂચક્કર, પોલીસ થઈ દોડતી

1 કરોડ કરતા વધુની ચોરી થયાની વાત સાંભળતા જ પોલિસ પણ તત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

1 કરોડ કરતા વધુની ચોરી થયાની વાત સાંભળતા જ પોલિસ પણ તત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

    કિર્તેશ પટેલ, સુરત : સુરતના હીરા બાગ વિસ્તારમાં આવેલી સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી 1 કરોડના દાગીનાની ચોરી ઘટના સામે આવી છે. ઘટનાની જાણકારી મળતા કારખાનાના માલિક તત્કાલિક પોલીસ પોલીસને જાણકારી આપતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર જઈને તપાસ શરૂ કરી હતી. કંપનીના સીસીટીવી ચેક કરતા કંપનીનો કર્મચારી ચોરી કરતા કેદ થયો હતો, પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.


    સુરતનું વરાછા વિસ્તાર એટલે અહીંયા ખાસ કરીને હીરાના મોટા કારખાના કે હીરામાંથી તૈયાર થતી જવેલરીના મોટા યુનિટ આવેલા છે. ત્યારે વરાછા વિસ્તારના રોડ પર હીરા બાગ નજીક લક્ષ્મી હોટલની પાછળ આવેલી ડેઝલ જ્વેલ્સ નામની કંપનીમાં સોનાના દાગીના બનાવવાનું કામકાજ કરવામાં આવે છે.


    ગત રાત્રિના એક વાગ્યા આસ-પાસ એક કર્મચારી દ્વારા દાગીના બનાવતી વખતે નીકળતાં સોનાના પાવડરની ચોરી કરવામાં આવી હતી. અંદાજે એકાદ કરોડથી વધુના સોનાના પાવડરની કર્મચારી દ્વારા ચોરી થઈ હોવાની જાણ સવારે માલિક દ્વારા સ્ટોક ટેલી કરતા સામે આવ્યું હતું, જોકે પોતાને ત્યાં ચોરી થયાનું માલુમ થતા માલિક તત્કાલિન વરાછા પોલીસને ચોરી અંગેની જાણકારી આપી હતી.1 કરોડ કરતા વધુની ચોરી થયાની વાત સાંભળતા જ પોલિસ પણ તત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.


    પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. પોલીસના અધિકારીઓએ સીસીટીવી સહિતના ફૂટેજ ચેક કરતા એક કર્મચારી ચોરી કરતા કેમેરામાં કેદ થવા પામ્યો હતો ,જેને લઇને પોલીસે સીસીટીવીના આધારે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા માટે અલગ-અલગ ટિમ ગોઠવી ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. હાલ તો અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
    First published:

    આગામી સમાચાર