Home /News /samachar /

કુમકુમ મંદિર પતંગોત્સવ: 'નરમ ઢઢ્ઢાવાળો પતંગ સારો ઉડે, જીવનમાં આગળ વધવા નમ્ર બનવું'

કુમકુમ મંદિર પતંગોત્સવ: 'નરમ ઢઢ્ઢાવાળો પતંગ સારો ઉડે, જીવનમાં આગળ વધવા નમ્ર બનવું'

આ પંતગોત્સવ માટે - ર૧ ફૂટ લંબાઈ અને ૯ ફુટ ઉંચાઈ ધરાવતું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અનેક પતંગોની અંદર સારા મેસેજ લખવામાં આવ્યા છે.

આ પંતગોત્સવ માટે - ર૧ ફૂટ લંબાઈ અને ૯ ફુટ ઉંચાઈ ધરાવતું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અનેક પતંગોની અંદર સારા મેસેજ લખવામાં આવ્યા છે.

    શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે મહંત આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ૧૧ થી ૧પ જાન્યુઆરી સુધી પતંગોત્સવની ઉજવણી શરૂ થઈ છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો ભારતના નકશાની કૃત્તિવાળો વિશાળ પતંગ ચગાવતા દર્શન પાંચ દિવસ સુધી રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે,  સવારે ૮ - ૦૦ થી ૧ર - ૦૦ અને સાંજે ૪ - ૦૦ થી ૯ - ૦૦ ભાવિક ભકતો માટે આ દર્શન ખુલ્લા મૂકવામાં આવશે.


    આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પંતગોત્સવ માટે - ર૧ ફૂટ લંબાઈ અને ૯ ફુટ ઉંચાઈ ધરાવતું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અનેક પતંગોની અંદર સારા મેસેજ લખવામાં આવ્યા છે. જેની અંદર વિશાળ ૪ ફૂટની લંબાઈ અને ૪ ફૂટની પહોળાઈ ધરાવતા પતંગની અંદર ચાઈનીઝ અને કાચ મિશ્રિત કલરવાળી દોરીનો ત્યાગ કરીને, ઉત્તરાયણની ઉજવણી કરો, તેવા શુભ મેસેજ સાથેનો મોટો પંતગ પણ તૈયાર કરવામાં આવ્યો છે.


    આ ઉત્તરાયણ પર્વ કુમકુમ મંદિરમાં શા માટે ઉજવવામાં આવે છે તે અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત ગ્રંથની અધ્યાત્મિક રીતે પતંગ કેવી રીતે ચગાવવા જાઈએ તે અંગો સંદેશો આપતા જણાવ્યું છે કે, આપણે જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસ–પાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૂપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિરૂપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જાઈએ.


    તેમણે કહ્યું કે,  ઘણા પતંગ દિશા વગર અહીં તહીં ઊડીને ફાટી જાય છે. તેમ આપણું જીવન દિશા વગરનું ન હોવું જાઈએ પણ ઉત્કૃષ્ટ ધ્યેયવાળું હોવું જાઈએ. જેમ પતંગનો ઢઢ્ઢો અક્કડ હોય તો તે પતંગ સારી રીતે ઊડી શકતો નથી. પરંતુ નમ્ર ઢઢ્ઢાવાળો પતંગ સારી રીતે ઊડી શકે છે. તેમ આપણે જીવનમાં આગળ વધવું હોય તો નમ્ર બનવું જાઈએ.
    First published:

    આગામી સમાચાર