Home /News /samachar /

LRD મુદ્દે સરકારનો પરિપત્ર રદ કરવા અલ્પેશની ઠાકોર સેનાનું સમર્થન

LRD મુદ્દે સરકારનો પરિપત્ર રદ કરવા અલ્પેશની ઠાકોર સેનાનું સમર્થન

એલઆરડી પરીક્ષા ભરતી વિવાદમાં હવે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી-એસસી-એસટી એકતા મંચે ઝંપલાવ્યું

એલઆરડી પરીક્ષા ભરતી વિવાદમાં હવે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી-એસસી-એસટી એકતા મંચે ઝંપલાવ્યું

     

    પ્રણવ પટેલ, અમદાવાદ : એલઆરડી પરીક્ષા ભરતી વિવાદમાં હવે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી-એસસી-એસટી એક્તા મંચે ઝંપલાવ્યું છે. પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લા અને તાલુકા કક્ષાએ એકતા મંચ અને ઠાકોર સેનાએ સરકારના પ્રતિનિધિઓને 2018નો પરિપત્ર રદ કરવા માંગ કરી છે.


    આ અંગે ટેલિફોનની વાતચીતમાં ઓબીસી-એસી અને એસટી એકતા મંચના ઉપ પ્રમુખ મુકેશ ભરવાડે જણાવ્યું હતુ કે અનામતના સમર્થન મુદ્દે ધારાસભ્યો તથા સાંસદ સભ્યોનો મત લેવાશે. વિરોધ કરનારા ધારાસભ્યો તથા સાંસદ સભ્યોના નિવાસ સ્થાનનો ઘેરાવ કરવામાં આવશે. જે કોઈ ધારાસભ્યો તથા સાંસદ સભ્યો આ અંગે પોતાનો વિરોધ કરશે તો તેને તે અંગે પોતાના વિરોધ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો પડશે. આ ઉપરાંત સરકારે આ પરિપત્ર અંગે એડવોકેટ જનરલનો અભિપ્રાય લીધો છે કે કેમ તે અંગે સ્પ્ટતા કરે અને તેમનો અભિપ્રાય પણ જણાવે.


    મુકેશ ભરવાડે જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે પણ ઓ.બી.સી.,એસ.સી.,એસ.ટી. વર્ગના શિક્ષિત યુવાનોને સરકારી નોકરીથી વંચિત રાખવામાં આવે છે. આજ કારણે હવે ઓ.બી.સી.,એસ.સી.,એસ.ટી.એકતા મંચ દ્વારા આજથી ચળવળ ના મંડાણ શરૂ કર્યા છે. ગરીબ અને પછાત વર્ગના હક અને અધિકાર માટે આ ચળવળ શરૂ કરવામાં આવી છે.


    અનામત મુદ્દે આપ સમર્થન આપો છો કે કેમ? તે અંગે દરેક ધારાસભ્યો તથા સાંસદ સભ્યો પાસેથી લેખિતમાં જવાબ માંગવામાં આવશે. જે ધારાસભ્ય તથા સાંસદ સભ્ય આ અમાનત મુદ્દે વિરોધ કરશે તો નિવાસ સ્થાને વિરોધ કરવામાં આવશે. ઉપરાંત તેમના નિવાસ સ્થાન નો ઘેરાવ કરવામાં આવશે. ગુજરાત સરકાર પણ તાકીદે અમાનતના લાભાર્થીને અમાનત મળે તે માટે સત્વરે પગલાં લે અને આ મુદ્દે નિર્ણય કરે.


    આ ઉપરાંત પરિપત્ર રદ કરે, ગાંધીનગર ખાતે બેઠેલા આંદોલનકારી માટે જરૂરી પ્રાથમિક વ્યવસ્થા ઊભી કરે, આ માંગણી અને મુદ્દા સાથે ઓ.બી.સી.,એસ.સી.,એસ.ટી. એકતા મંચના આગામી તબક્કાવાર આંદોલનના કાર્યક્રમો યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઉતર ગુજરાત તથા મધ્ય ગુજરાતના તમામ તાલુકામાં આવેદન પત્રો આપવામાં આવ્યા છે. જો હજુ પણ સરકાર પરિપત્ર રદ નહી કરે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
    First published:

    આગામી સમાચાર