Home /News /samachar /

CAA પર મોદી સરકાર સાથે ઊભા રહ્યા રવિ શાસ્ત્રી, આપ્યું આવું નિવેદન

CAA પર મોદી સરકાર સાથે ઊભા રહ્યા રવિ શાસ્ત્રી, આપ્યું આવું નિવેદન

શાસ્ત્રીએ કહ્યું કે તેમને પુરો વિશ્વાસ છે કે સરકાર આ કાનૂનને લાવવાના નિર્ણય કરતા પહેલા ઘણો વિચાર કર્યો હશે

શાસ્ત્રીએ કહ્યું કે તેમને પુરો વિશ્વાસ છે કે સરકાર આ કાનૂનને લાવવાના નિર્ણય કરતા પહેલા ઘણો વિચાર કર્યો હશે

    નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ સંશોધિત નાગરિકતા કાનૂન (CAA)સામેના વિરોધ વચ્ચે સંયમ રાખવાની વિનંતી કરી છે. તેમને લાગે છે કે આ વિવાદાસ્પદ કાનૂનમાં લાંબા સમયમાં ઘણી સકારાત્મક બાબતો જોવા મળશે. શાસ્ત્રીએ કહ્યું કે તેમને પુરો વિશ્વાસ છે કે સરકાર આ કાનૂનને લાવવાના નિર્ણય કરતા પહેલા ઘણો વિચાર કર્યો હશે.

    ન્યૂઝ 18 સાથે રવિ શાસ્ત્રીએ કરી વાત
    ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ન્યૂઝ 18ને કહ્યું હતું કે જ્યારે મેં સીએએ (Citizenship Amendment Act)અને અન્ય બાબત થતી જોઈ તો મેં વિચાર કર્યો કે આપણે બધા ભારતીય છીએ. મારી ટીમમાં અલગ-અલગ જાતિઓ અને અલગ ધર્મોના ખેલાડી છે પણ અમે ભારતીય છીએ. હું કહીશ તમે શાંતિ રાખો કારણ કે મને લાંબા સમયમાં તેમા ઘણી સકારાત્મક બાબતો નિકળતી જોવા મળી રહી છે. તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે સરકારે તેના વિશે ઉચિત રુપથી સમજી-વિચાર નિર્ણય કર્યો છે. થોડી બાબતો હજુ પણ છે જેમાં થોડો ફેરફાર કરવાનો છે અને તે ભારતીયોના ફાયદા માટે આમ કરશે. હું અહીં એક ભારતીય હોવાના નાતે બોલી રહ્યો છું.

    આ પણ વાંચો - ધોનીના ભવિષ્ય પર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું - જલ્દી લઈ શકે છે નિવૃત્તિ!



    શાસ્ત્રીએ કહ્યું હતું કે હું અહીં કોઈ ધર્મ વિશે વાત કરી રહ્યો નથી કારણ કે હું ભારતીય તરીકે બોલી રહ્યો છું. હું આવો જ રહ્યો છું અને મેં આ બધુ ત્યારે અનુભવ્યું હતું જ્યારે હું પોતાના દેશ તરફથી રમતો હતો. જેથી મને ભારતીય તરીકે તેના પર બોલવાનો અધિકાર છે.
    First published:

    આગામી સમાચાર