Home /News /samachar /

દિવાળી ઉપર ગર્લફ્રેન્ડને ફરવા લઇ જવી છે? આ રહ્યું Low Budget પ્લાનિંગ

દિવાળી ઉપર ગર્લફ્રેન્ડને ફરવા લઇ જવી છે? આ રહ્યું Low Budget પ્લાનિંગ

જો દિવાળી વેકેશન દરમિયાન તમે ગર્લફ્રેન્ડની સાથે ફરવા જાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે એક દમ ઓછા ખર્ચામાં શાનદાર જગ્યાઓ ઉપર ફરી શકો છો. આ જગ્યાઓ ફરવાનું તમારું બજેટ એકદમ ઓછું થશે.

જો દિવાળી વેકેશન દરમિયાન તમે ગર્લફ્રેન્ડની સાથે ફરવા જાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે એક દમ ઓછા ખર્ચામાં શાનદાર જગ્યાઓ ઉપર ફરી શકો છો. આ જગ્યાઓ ફરવાનું તમારું બજેટ એકદમ ઓછું થશે.

  ન્યૂઝ18ગુજરાતીઃ દિવાળીનું વેકેશન (Diwali vacation 2019) પડી ગયું છે. ફરવા માટે ટૂરિસ્ટ કંપનીઓ વિવિધ ઑફર આપતી હોય છે. ટૂર પેકેજમાં સસ્તી અને સારી યાત્રા થાય છે. પરંતુ કેટલીક વખત સોલો ટ્રાવેલિંગ અથવા તો ખાસ પાર્ટનર સાથે ખૂબસૂરત જગ્યાઓ ઉપર ફરવાનો અલગ અનુભવ હોય છે. જ્યારે ગર્લફેન્ડ સાથે ફરવાની વાત આવે ત્યારે યુવકો બજેટ વિશે વધારે વિચારતા હોય છે. યુવકોને લાગતું હોય છે કે મોંઘી જગ્યાઓ ઉપર ફરવા જવાથી જ પાર્ટનર ખુશ થશે નહીં તો નહીં. પરંતુ તમે ઓછા બજેટમાં પણ તમારી ગર્લફ્રેન્ડ (Girl Friend)સાથે ફરવા જઇ શકો છો. જ્યાં ફક્ત તમે, તમારી પાર્ટનર અને ખૂબસૂરત ઘાટીઓ હોય છે. જો દિવાળી વેકેશન દરમિયાન તમે ગર્લફ્રેન્ડની સાથે ફરવા જાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે એક દમ ઓછા ખર્ચામાં શાનદાર જગ્યાઓ ઉપર ફરી શકો છો. આ જગ્યાઓ ફરવાનું તમારું બજેટ એકદમ ઓછું થશે.


  લેન્સડાઉન (Lansdowne):જો તમે  પાર્ટનર સાથે  ફરવાનું  પ્લાનિગ કરી રહ્યા છો તો આ ખૂબસૂરત જગ્યા દિલ્હી પાસે આવેલા ઉત્તરાખંડમાં સ્થિત છે. દિલ્હીથી આશરે 250 કિલોમીટરના અંતરે આવેલું હિલ સ્ટેશન છે. અહીં જવા માટે તમારે કોટદ્વાર જવું પડશે. કોટદ્વારથી લેન્સડાઉન માત્ર 50 કિલોમીટરના અંતરે છે. આશરે એક કલાકનું અંતર ખૂબસૂરત કુદરતી સૌંદર્યના દ્રશ્યો જોતા જોતા આ સફર ખૂબ જ યાદગાર બની જશે. દિલ્હીથી કોટદવારનો રસ્તો સડક અને રેલવે બંનેથી જોડાયેલો છે. અહીં હોટલનું ભાડું પ્રતિ રાત્રી 700થી 800ની આસપાસ મળી શકે છે. ઑનલાઇન બૂકિંગ કરાવવું સારું પડશે.


  હિમાચલ પ્રદેશ, કસોલઃ (Himachal Pradesh, Kasol) : ઉત્તરાખંડ રાજ્ય આખુ ટૂરિસ્ટ પ્લેસ છે. જો તમે દિલ્હીમાં રહો છો. તો અહીં એક નહીં પરંતુ અનેક જગ્યો છે. જ્યા તમે ખૂબ જ સસ્તામાં ફરી શકો છો. કસોલ દિલ્હીથી 517 કિલોમીટરના અંતરે છે. જ્યાંથી બસનું ભાડું આશરે 500 રૂપિયાથી શરૂ થઇને 1 હજાર રૂપિયા સુધી હશે. આ ઉપરાં તમને દિલ્હીથી કસોલ જવા માટે સ્લીપર ટિકિટ સરળતાથી મળી જશે. કસોલ સ્વર્ગથી ઓછું નથી. અહીં બારથી લઇને  રેસ્ટોરન્ટ સુધીની સુવિધાઓ મળી જશે. મનીકરણથી કસોલનું અંતર 5 કિલોમીટરનું છે. અહીં તમને વિદેશી ટૂરિસ્ટ મળશે. જો તને ઑનલાઇન બૂકિંગ કરો છો તો સારી હોટલ્સ તમને આશરે રૂ.500થી રૂ.700 સુધી પ્રતિ નાઇટના હિસાબે સારો રૂમ મળી શકે છે.


  જયપુર (Jaipur): જો તમે દિલ્હીમાં રહો છો તે ઠંડીમાં ગુલાબી શહેર એટલે પિંક સિટી જયપુર ફરવાનું મિસ ન કરો. દિલ્હીથી ખુબ જ નજીક અને ભારતના પસંદગીના શહેરમાં સૌથી વધારે પસંદગી પામેલું ટૂરિસ્ટ પ્લેસ પૈકીનું એક જયપુર પણ છે. જ્યાં ઓછા પૈસામાં ફરી શકો છો. દિલ્હીથી આશરે 300 કિલોમીટરના અંતરે ભારતના સૌથી મોટા રાજ્યો પૈકી એક રાજસ્થાનની રાજધાની ઐતિહાસિક કિલ્લાઓ, રાજા રજવાડાઓની શાનો શૌકતની ખૂબસૂરતીથી ભરેલું છે. ઠંડીમાં અહીં ફરવા માટે સૌથી સારું મૌસમ હોય છે.
  તમે અહીં બસ, ટ્રેન કે પછી પ્રાઇવેટ ટેક્સી લઇને જઇ શકો છો. બસનું ભાડું આશરે રૂ.250થી શરૂ થઇને રૂ.1000 સુધી છે. આ ઉપરાંત ટ્રેનની જનરલ ટિકિટ આશરે રૂ.150થી શરૂ થાય છે. હોટલ પણ આશરે રૂ.500 પ્રતિ નાઇટથી લઇને રૂ.1000 સુધી મળી શકે છે. અહીં આવીને તમારે રેસ્ટોરન્ટમાં ખાવાની જરૂર નથી કારણ કે અહીં સ્ટ્રીટ ફૂડની મજા લઇ શકો છો. બજેટ પણ ઓછું રહેશે. નાની રેસ્ટોરન્ટમાં પણ તમને દાળબાટી અથવા પારંપરિક વ્યંજનની થાળી રૂ.100થી રૂ.200 સુધી મળી જશે. સિટી બસથી તમે અહીં ફરી શકશો જે તમારા ખીસ્સા ઉપર વધારે ભાર નહીં પડવા દે.


  ઋષિકેશ (Rishikesh): કૂદરતી ખૂબસૂરતી, ગંગાની કળ-કળ ધારાઓ અને પર્વતોની વચ્ચે શાંતિ સાથે રોમાંચ જોવા માટેની જગ્યા એટલે ઋષિકેશ. દિલ્હીથી આશરે 254 કિલોમીટરના અંતરે આ કૂદરતના ખોળે વસેલું સ્થળ છે. અહીં આવો ત્યારે તમે હરિદ્વાર પણ સરળતાથી ફરી શકો છો. બસથી આવો છો તો ભાડું પણ આશરે રૂ.200થી શરૂ થઇને રૂ.500 સુધી થઇ શકે છે. જો તમે એડવેન્ચરના શોખીન છો તો  ઋષિકેશ આવવું તમારા માટે સારી જગ્યા છે. રિવર રાફ્ટિંગમાં તમે મજા આવશે. અનેક કંપનીઓ માત્ર રૂ.2000 -રૂ.3000માં ટૂર પેકેજ આપે છે. જેમાં ખાવા પીવાનું પણ સામેલ થઇ જાય છે. સારું થશે કે તમે કોઇ ટૂર પેકેજ ન લો. જેનાથી તમારું બજેટ ઓછું થશે.


  (નોટ Note:- આ ટૂરિસ્ટ પ્લેસની જગ્યાએ ફરવાનું પ્લાનિંગ અને બજેટની જાણકારી દિલ્હી અને આસપાસના વિસ્તારોના હિસાબથી આપવામાં આવૂ છે. જણાવવામાં આવેલા ભાડાં અને સંભવિત ખર્ચમાં ફેરફાર સંભવ છે. સારું થશે કે તમે કોઇ ટ્રાવેલ એજન્ટ કે પછી કંપની પાસેથી સ્પષ્ટ જાણકારી હાંસલ કરો. આ ઉપરાંત દિલ્હીની બહાર રહો છો તેમને આ બજેટ અને પ્લાનિંગ લાગું પડશે નહીં.)
  Published by:Pankaj Jain
  First published:

  આગામી સમાચાર